– નાળા નજીક રસ્તો વળાંકવાળો હોઈ રાત્રી દરમ્યાન કોઈ વાહનચાલક કોતરમાં પડતા અકસ્માતની સંભાવના
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કડિયા ડુંગરને ગોરાટિયા જેસપોર સાથે જોડતા માર્ગ પરના નાળા પર રેલિંગના અભાવે કોઈવાર અકસ્માત થાય એવી સંભાવના જણાય છે.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં આવેલ કડિયા ડુંગરની ગણના પ્રાચિન ઐતિહાસિક સ્થળ તરીકે થાય છે.કડિયા ડુંગર પર પાંડવોના સમયના કેટલાક અવશેષો આજે પણ જળવાયેલા હોવાનું કહેવાય છે.કડિયા ડુંગરથી ગોરાટિયા થઈને જેસપોર તરફ જતા માર્ગ વચ્ચે આવેલ એક કોતર પર નાળું બનાવેલ છે,આ નાળા પર બન્ને તરફ રેલિંગો બનાવેલ નથી,તેથી રાત્રી દરમ્યાન કોઈ નાનુંમોટું વાહન ગફલતથી નાળા નીચે કોતરમાં પડવાની સંભાવના રહેલી છે.વળી આ સ્થળે નાળા નજીક રસ્તા પર વળાંક આવેલો હોઈ કોઈ વાહન નીચે કોતરમાં પડી જાય તેવી સંભાવના પ્રત્યે આંખ આડા કાન થઈ શકે તેમ નથી,આ પંથકના ગામોના લોકો માટે નેત્રંગ રાજપારડી તરફ જવા આવવા માટે આ માર્ગ ઉપયોગી હોઈ,કોઈવાર કોઈ વાહન કોતરમાં પડીને જાનહાની જેવી દુર્ઘટના સર્જાય તે પહેલા આ નાળા પર બન્ને તરફ રેલિંગ બનાવાય તે જરૂરી છે.




