રાજપીપળામાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી

SHARE:

– રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં ધારાસભ્ય,કલેકટર,શાળા કૉલેજના વિદ્યાર્થીઓ જોડાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લામાં ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આજે રાજપીપળામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રા ધાબા ગ્રાઉન્ડ (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ) થી પ્રસ્થાન કરી વિનાયક રાવ ગાર્ડન ખાતે પહોંચી હતી.તિરંગા યાત્રાને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ,કલેક્ટર ગંગા સિંઘે મલીલી ઝંડી ફરકાવી કાવી પ્રસ્થાન કરાવ્યું હતું.યાત્રામાં અધિકારી-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ,યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને સમગ્ર રાજપીપળા રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું.યાત્રા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી રાજપીપલાના રાજમાર્ગો દેશભક્તિના ગીતોના વાતાવરણથી ગાજી ઉઠ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!