સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એકતાનગર ખાતે ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ

SHARE:

– જાણીતા ગુજરાતી કલાકારોએ સ્વતંત્રતા સંગ્રામની ગાથાઓને સંગીતમય સુરાવલીથી જીવંત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા : સંગીત સંધ્યાથી નર્મદા જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એકતાનગર ખાતે ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.દેશભક્તિ, સંગીત અને સાંસ્કૃતિક વારસાના સંગમ સમા આ કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી કલાકારો શઅભેસિંહ રઠોડ અને  રાધાબેન વ્યાસએ સ્વતંત્રતા સંગ્રામની ગાથાઓને સંગીતમય સુરાવલી સાથે રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમ દરમ્યાન દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતો, સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને સંગીત તથા કળાના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.કલાકારોની ભાવસભર રજૂઆતો અને દેશભક્તિના ગીતોની સુરાવલીથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમની લાગણીથી ગુંજી ઊઠ્યું હતું. ઉપસ્થિત શ્રોતાઓ પણ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ થકી સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરી નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. એકતાનગરની આ સંગીતમય સાંધ્યાએ નર્મદા જિલ્લાને સ્વતંત્રતાના રંગમાં રસતરબોળ કરી દીધો હતો.સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમથી એકતાનગરમાં દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનો માહોલ સર્જાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!