રાજપીપળા નગરપાલિકાના નવા ચીફ ઓફિસર વૈશાલી વારૈયા નગરની ગંદકી પ્રશ્ને ચિંતિત થયાં બાદ એક્શનમાં આવ્યા

SHARE:

– ગંદકી કરનારા અને દબાણકર્તાઓ સામે કાર્યવાહીની ચીમકી : પાલિકા ટીમે 20 થી વધુ પાનના ગલ્લાધારકોને નોટિસ આપી

– ડ્રેનેજ અને ગટર સફાઈમાં અવરોધરૂપ બોર્ડ-પાટિયા કે જાળીઓનું દબાણ કરનારા 37 દુકાનદારોને નોટિસ

– 10 દિવસમાં દબાણો જાતે દૂર ન કરાયા તો પાલિકા દ્વારા તેને તોડી પાડી કડક કાનૂની પગલાં લેવાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપળા નગરપાલિકામાં લાંબા સમયથી ઈન્ચાર્જ વહીવટ ચાલી રહ્યો હતો, જેના સ્થાને હવે સરકારે પૂર્ણકાલીન મુખ્ય અધિકારી તરીકે વૈશાલી વારૈયાની નિમણૂક કરી છે.

પદભાર સંભાળતા જ નવનિયુક્ત મહિલા ચીફ ઓફિસરે પાલિકાની ટીમસાથે શહેરની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી કડક કાર્યવાહી હાથધરી છે.

સ્થળ નિરીક્ષણ દરમ્યાન ગંદકી કરનારાઓ સામે લાલ આંખ

નિરીક્ષણ દરમિયાન મુખ્ય અધિકારી વૈશાલી વારૈયાએ જાહેર રસ્તા પર ગંદકી કરનારા સામે ન્યૂસન્સ કેસ દાખલ કરવાની તાકીદ કરી હતી. પાલિકા ટીમે 20 થી વધુ પાનના ગલ્લાધારકોને નોટિસ આપી કચરો બાળવા કે ગંદકી કરવા પર દંડનીય અને કાનૂની કાર્યવાહીની સ્પષ્ટ ચેતવણી આપી હતી.

ડ્રેનેજ અને ગટર સફાઈમાં અવરોધરૂપ બોર્ડ-પાટિયા કે જાળીઓનું દબાણ કરનારા 37 દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે. આગામી 10 દિવસમાં દબાણો જાતે દૂર ન કરાયા તો પાલિકા દ્વારા તેને તોડી પાડી કડક કાનૂની પગલાં લેવાશે, જેના પગલે શહેરમાં ફફડાટ વ્યાપ્યો છે.જોકે દર વખતે નવા અધિકારીઓ નવા નિયમો કાયદાઓ અપનાવતાહોય છે પરંતુ પછી ચાર દિન કી ચાંદની જેવું થઈ જાય છે શાક માર્કેટ રોડ પર લારી ગલ્લાઓના દબાણો છે.ચાલવાની જગ્યા નથી,વાહન પાર કરવાની જગ્યા નથી,જ્યારે હવે એ જોવું રહ્યું કે આ નવા ચીફ ઓફિસર આ દબાણો ઘટાડશે ખરા કે પછી ચાર દિનકી ચાંદની થઈ જશે?

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!