શ્રાવણના પ્રથમ સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે ગુજરાતભર માંથી ભક્તો ઉમટ્યા

SHARE:

– દરિયા કિનારે આવેલા સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તોની જામી લાંબી કતારો

– સ્તંભેશ્વર મહાદેવ દિવસમાં બે વખત ભક્તોથી થાય છે અદ્ર્શ્ય : સ્વયંભૂ દરિયાદેવ સ્તંભેશ્વર મહાદેવને જળાભિષેક અર્થે આવે છે

(સંજય પટેલ,જંબુસર)

શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો.અને શિવ પાર્થેશ્વર પૂજાનો શિવભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના પ્રસિદ્ધ કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભોળાનાથને રિઝવવા માટે આ માસ દરમિયાન શિવભક્તો બિલિપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના પવિત્ર દ્રવ્યોથી પૂજા-અર્ચના કરે છે તેમજ એકટાણું અને ઉપવાસ કરીને આધ્યાત્મિક ધન્યતા અનુભવે છે.

દક્ષિણ ગુજરાતના “મીની સોમનાથ” તરીકે ખ્યાતિ પામેલા કંબોઇ સ્તંભેશ્વર તીર્થક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભાવિક ભક્તોને સુવિધાપૂર્વક દર્શન-પૂજનનો લાભ મળી રહે તે માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઈટિંગ, બેરિકેડિંગ, પાણી અને સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.શ્રાવણ માસ દરમ્યાન ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહીસાગર સંગમ પાવન ભૂમિ પર સ્થિત આ પ્રાચીન તીર્થ અંગે એવી માન્યતા છે કે ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન માત્રથી મનુષ્યની આધી, વ્યાધી અને ઉપાધિ દૂર થાય છે અને સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે.જંબુસર તાલુકાના પવિત્ર યાત્રાધામ કંબોઈ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું.

મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં બે વખત અભિષેક કરવા આવે છે જે નજારો અલોકિક હોય છે.સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહી વિશેષ પૂજન થાય છે અને ત્યાર બાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાનો આગોશમાં સમાવી લે છે.સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!