આમોદ નગરપાલિકા કચેરી માંથી અત્યંત ઝેરી પ્રજાતિના રસેલ વાઈપર સાપનું સફળ રેસ્ક્યૂ : વન વિભાગની કામગીરી શું?

SHARE:

– સિક્યુરિટી ગાર્ડની સમય સૂચકતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમની કુનેહથી સાપનું રેસ્ક્યૂ કરાયું 

ભરૂચ,

આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ગત રોજ રાત્રિના સમયે અત્યંત ઝેરી પ્રજાતિનો રસેલ વાઈપર સાપ આવી જતા થોડીવાર માટે દોડધામ મચી હતી.જોકે સિક્યુરિટી ગાર્ડની સમયસૂચકતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમની સતર્કતાના કારણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.જોકે જીવદયા પ્રેમીઓ દ્વારા ચાલતી સંસ્થા દ્વારા રેસ્કયૂ કરવાની કામગીરી કરી રહી છે પરંતુ વન વિભાગમાં ફરજ બજાવતા કમર્ચારીઓ અને વોર્ડનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

ગત રોજ રાત્રિના આશરે ૧૦ વાગ્યાના સમયે ભરૂચ જીલ્લાની આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં રસેલ વાઇપર સાપ જોવા મળ્યો હતો.કચેરી ખાતે ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગણપત મકવાણાની નજર સાપ પર પડતા તેમણે હાથમાં રહેલી લાકડી વડે સાપને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.જો કે સાપ પાલિકા કચેરીમાં ઘૂસી જતા ગણપત મકવાણાએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરી હતી.

ત્યારે અંકિત પરમાર અને હેમંત પરમાર ઘટના સ્થળે પહોંચી આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બંનેએ જરૂરી સાવચેતી સાથે કુનેહપૂર્વક રસેલ વાઈપર સાપને પકડી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.સાપનું રેસ્ક્યૂ થયા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વન વિભાગના આરએફઓની માત્ર સૂચના અને માર્ગદર્શન આપી જીવદયા પ્રેમી રેસ્કયૂ કરી રહ્યા છે ત્યારે તેઓની સુરક્ષા સામે સાવલો ઉભા થયા છે.રેસ્કયૂ દરમ્યાન જીવદયા પ્રેમી સાથે કોઈ બનાવ બને અને જીવ ગુમાવે તો જવાબદાર કોણ? વન વિભાગમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા લોકોની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.- સિક્યુરિટી ગાર્ડની સમય સૂચકતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમની કુનેહથી સાપનું રેસ્ક્યૂ કરાયું
ભરૂચ,
આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ગત રોજ રાત્રિના સમયે અત્યંત ઝેરી પ્રજાતિનો રસેલ વાઈપર સાપ આવી જતા થોડીવાર માટે દોડધામ મચી હતી.જોકે સિક્યુરિટી ગાર્ડની સમયસૂચકતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમની સતર્કતાના કારણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.જોકે જીવદયા પ્રેમીઓ દ્વારા ચાલતી સંસ્થા દ્વારા રેસ્કયૂ કરવાની કામગીરી કરી રહી છે પરંતુ વન વિભાગમાં ફરજ બજાવતા કમર્ચારીઓ અને વોર્ડનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
ગત રોજ રાત્રિના આશરે ૧૦ વાગ્યાના સમયે ભરૂચ જીલ્લાની આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં રસેલ વાઇપર સાપ જોવા મળ્યો હતો.કચેરી ખાતે ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગણપત મકવાણાની નજર સાપ પર પડતા તેમણે હાથમાં રહેલી લાકડી વડે સાપને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.જો કે સાપ પાલિકા કચેરીમાં ઘૂસી જતા ગણપત મકવાણાએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરી હતી.
ત્યારે અંકિત પરમાર અને હેમંત પરમાર ઘટના સ્થળે પહોંચી આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બંનેએ જરૂરી સાવચેતી સાથે કુનેહપૂર્વક રસેલ વાઈપર સાપને પકડી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.સાપનું રેસ્ક્યૂ થયા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વન વિભાગના આરએફઓની માત્ર સૂચના અને માર્ગદર્શન આપી જીવદયા પ્રેમી રેસ્કયૂ કરી રહ્યા છે ત્યારે તેઓની સુરક્ષા સામે સાવલો ઉભા થયા છે.રેસ્કયૂ દરમ્યાન જીવદયા પ્રેમી સાથે કોઈ બનાવ બને અને જીવ ગુમાવે તો જવાબદાર કોણ? વન વિભાગમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા લોકોની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!