– ચોરીની ઘટના દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ : તસ્કર મોઢું ઢાંકી સીસીટીવીને બંધ કરવાનો પ્રયાસ કરતો કેદ થયો
ભરૂચ,
ભરૂચના કતપોર બજારમાં તસ્કરોએ એકસાથે અનેક દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ભરૂચ શહેરના કતપોર બજારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. શાહીલ લેડિઝ વેર, હેપ્પી ગારમેન્ટ, મુસાજી ટી, શાહ દિનેશચંદ્ર કસ્તુરચંદ સહિતની દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. તસ્કરોએ દુકાનોના કાચ તોડી તેમજ પાતરા કાપીને અંદર પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે.વિવિધ દુકાનોમાંથી મુદ્દામાલની ચોરી ઉપરાંત અત્તરના વેપારીનો માલસામાન પણ ચોરાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ આ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી.સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થતાં વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારી તસ્કરોને ઝડપી લેવા માંગ કરી છે.આ તરફ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે




