ભરૂચના બ્લિંકિટ સ્ટોરમાં અસ્વચ્છતા દેખાતાં ફૂડ વિભાગે નોટિસ ફટકારી સ્ટોર બંધ કરાવ્યો : નોટીસ બાદ પણ ડિલિવરી ચાલુ?

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરના બ્લુચિપ કોમ્પ્લેક્ષમાં આવેલા બ્લિંકિટ’ ઓનલાઈન ડિલિવરી સ્ટોર પર ફૂડ વિભાગની ટીમે અચાનક આકસ્મિક મોનિટરિંગ અને ચેકિંગ હાથ ધરતા ગંભીર બેદરકારી સામે આવતા સુધારા નોટીસ આપી સ્ટોર બંધ કરાવ્યો હતો.જોકે નોટીસ બાદ પણ રવિવારે સ્ટોર ચાલુ રહેતા અને માલ સામાનની ડિલિવરી કરવામાં આવતા ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા.

ભરૂચ શહેરમાં ગ્રાહકોના આરોગ્ય સાથે થતાં ચેડાં રોકવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના જાણીતા બ્લુચિપ કોમ્પ્લેક્ષમાં આવેલા ‘બ્લિંકિટ’ ઓનલાઈન ડિલિવરી સ્ટોર પર ફૂડ વિભાગની ટીમે અચાનક આકસ્મિક મોનિટરિંગ અને ચેકિંગ હાથધર્યું હતું. ફૂડ વિભાગના અધિકારીઓ ત્રાટકતાં જ સ્ટોર સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.ફૂડ વિભાગની તપાસ દરમ્યાન સ્ટોરમાં ભારે બેદરકારી સામે આવી હતી.સ્ટોરના કોલ્ડ સ્ટોરેજ વિભાગમાં ગ્રાહકોને મોકલવા માટે રાખવામાં આવેલા શાકભાજી બગડી ગયેલી અને ખરાબ હાલતમાં મળી આવ્યા હતા.આ ઉપરાંત સ્ટોરની અંદર જરૂરી હાઈજેનિક કંડિશન (સ્વચ્છતાના ધોરણો) જળવાતી ન હોવાનું પણ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું.સ્ટોર પરિસરમાં વેસ્ટ આઈટમ્સ જેવી કે પૂઠાના બોક્સ, પ્લાસ્ટિક અને અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો ન હતો. આ તમામ ગંભીર અનિયમિતતાઓ અને અસ્વચ્છતાને ધ્યાને રાખીને ફૂડ વિભાગે ત્વરિત પગલાં ભર્યા હતા. અધિકારીઓએ બ્લિંકિટ સ્ટોરને કાયદાકીય સુધારા નોટિસ ફટકારીને તાત્કાલિક અસરથી સ્ટોરનું કામકાજ બંધ કરાવી દીધું હતું.ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નોટિસમાં દર્શાવવામાં આવેલા તમામ મુદ્દાઓ અને સ્વચ્છતાના નિયમોની પૂર્તતા કર્યા બાદ જ સ્ટોર માલિકો ફરીથી વેપાર શરૂ કરી શકશે. જ્યાં સુધી તમામ સુધારા નહીં થાય ત્યાં સુધી સ્ટોર બંધ રહેશે. તંત્રની આ આકરી કાર્યવાહીથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગની સુધારા નોટીસ બાદ પણ સ્ટોર સંચાલકોને ફૂડ વિભાગનો ડર ન હોય તેમ રવિવારના રોજ સ્ટોર ચાલુ રાખી માલ સામાનની ડિલિવરી કરવામાંઆવતા ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.તો બીજી તરફ સ્ટોરમાં એક્સ્પાયરી ડેટ વારો સમાન પણ મોટી માત્રામાં હોય તેને જપ્ત કરવાનાં બદલે રિપ્લેસ કરવાનો હોવાનું કારણ બતાવી ફૂડ વિભાગે તેને સાઈડ પર કરાવતા 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!