ભરૂચના ટંકારીયાની ગોડર સ્ટ્રીટમાં રફીક સાપાના મકાનમાં પોલીસના દરોડામાં જુગારીઓ ઝડપાયા

SHARE:

– જુગાર રમતા અને રમાડતા 19 લોકોને ઝડપી 2.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ,

ભરૂચ એલસીબીની ટીમે ટંકારીયા ગામમાં જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે.પોલીસે જુગાર રમતા અને રમાડતા 19 લોકોને ઝડપી રોકડ રકમ,17 મોબાઈલ ફોન અને જુગારના ટોકન સહિત કુલ 2.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસ તપાસમાં સમગ્ર જુગારધામ કેવી રીતે ચાલતું હતું તે અંગે ખુલાસો થયો હતો.

ભરૂચસ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ટંકારીયા ગામના ગોડર સ્ટ્રીટ વિસ્તારમાં રહેતો રફીક સુલેમાન સાપા પોતાના જૂના મકાનમાં જુગારનો અડ્ડો ચલાવે છે.તે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડે છે. આ માહિતીના આધારે ટીમે જુગારધારા મુજબ જરૂરી વોરંટ મેળવી પંચોને સાથે રાખીને મકાનમાં દરોડો પાડયો હતો.જેમાં 19 લોકો પોલીસના હાથે ઝડપાયા હતા.પોલીસે જણાવ્યું કે, તપાસમાં રફીક સાપા મુખ્ય સંચાલક છે. જુગારધામ ચલાવવાની રીત પણ સામે આવી છે.

જુગાર રમવા આવતા ખેલાડીઓ પાસેથી 500 રૂપિયા એન્ટ્રી ફી લેવામાં આવતી હતી.રોકડ જમા કરાવ્યા બાદ જુદી જુદી કિંમતના પ્લાસ્ટિકના ટોકન અપાતા હતા.આ ટોકન 20, 50, 100 અને 200 રૂપિયાના મૂલ્યના હતા.આ ઉપરાંત ખેલાડીઓ પાસેથી કલાક દીઠ 500 રૂપિયા ટેબલ ચાર્જ પણ લેવામાં આવતો હતો.

દરોડામાંપોલીસે રફીક સુલેમાન સાપા, લતીફ ઈસ્માઈલ રબદા, ફિરોઝ અમીર શેખ, આસીફ કાસમ મલેક, હારૂન ઈબ્રાહીમ સુતરીયા, જીતેશ પરસોત્તમ માછી, ભીખા કેસુર વસાવા, અબ્દુલ રસુલ ભટ્ટી, મહેશ ભાઈલાલ માછી, હારૂન ઈસ્માઈલ બાલા, અયુબ ઈસ્માઈલ સીંધી, લતીફ અહમદ પટેલ, રસીદ ઈબ્રાહીમ લાલન, પીર મહમદ ફકીર મહમદ મલેક, સબ્બીર ઈબ્રાહીમ પટેલ, ફારૂક ઈસ્માઈલ કાપડીયા, ઈમરાન ઈબ્રાહીમ લાલન, યાવર હુસેન ઉર્ફે બાબામીયા મુનીરમિયાં મલેક અને સલીમ વલી લાલનને ઝડપી પાડ્યા છે.દરોડા દરમ્યાન નાસભાગમાં યાવર હુસેન ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. એલસીબી પોલીસે કુલ રૂ. 2,42,315નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ પાલેજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!