નેત્રંગના લાલ માટોડી વિસ્તારમાં જુગારધામ પર પોલીસ ત્રાટકી: બે ઈસમો ઝડપાયા : ચાર ફરાર

SHARE:

(વિજય વસાવા, નેત્રંગ)

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જન્માષ્ટમી ટાણે જુગારધામ પર પોલીસે દરોડો પાડતા બે જુગારીયા ઝડપાયા હતા જ્યારે અન્ય ચાર પોલીસની રેઈડ જોઈને નાશી ગયા હતા.

મળતી વિગતો મુજબ હાલ તહેવારો નિમિત્તે જુગારની પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા માટે હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન નેત્રંગ પોલીસે લાલ માટોડી વિસ્તારમાં ચાલી રહેલા એક જુગાર પર દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નેત્રંગ પીઆઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે લાલ માટોડી ખાતે આવેલ રાજેશ ઉર્ફે ખન્ના વસાવાના ઘર આગળની ખુલ્લી જગ્યામાં રેઇડ પાડવામાં આવી હતી.લાઈટના અજવાળે પત્તા-પાના વડે રૂપિયાનો હાર-જીતનો જુગાર રમતા ઈસમો પૈકી બે જણાને પોલીસે સ્થળ પરથી દબોચી લીધા હતા.જ્યારે અન્ય ચાર ઈસમો અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

રાજેશભાઈ અભેસીંગભાઈ વસાવા (રહે.નોળીયા કંપની,નેત્રંગ) અને ગુલામ મુસ્તફા શેખ ઉર્ફે રહીમ (રહે.લાલ મટોડી,નેત્રંગ) ના જુગાર રમતા પકડાઈ ગયા હતા.જ્યારે અન્ય ચાર ઈસમો રાજેશ ઉર્ફે ખન્ના વસાવા રહે.લાલ મટોડી નેત્રંગ, રસીકલાલ ઉર્ફે રસીયો રહે.ખાડી ફળિયું નેત્રંગ,છોટુ હજામ રહે.લાલ મટોડી નેત્રંગ તેમજ રાકેશભાઈ નારણભાઈ રહે.લાલ મટોડી નેત્રંગ પોલીસની રેઇડ જોઈને નાશી ગયા હતા.પોલીસે સ્થળ પરથી આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧,૯૩૦ તથા દાવ પરથી મળી આવેલ રૂપિયા ૧,૧૨૦ એમ કુલ મળી રૂપિયા ૩,૧૫૦ ની રોકડ રકમ, ગંજીપાના અને પાથરણું કબ્જે કર્યા હતા. જુગાર રમતા ઝડપાયેલ અને નાશી ગયેલ મળી તમામ ૬ આરોપીઓ સામે પોલીસે જુગાર અટકાયતી અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!