સામાનની આડમાં ગોવાથી અમદાવાદ લઈ જવાતા દારૂને SMC એ ભરૂચના કારેલી ગામની સીમ માંથી ઝડપી પાડ્યો

SHARE:

– ૨૭.૯૮ લાખનો દારૂ સાથે કન્ટેનર ચાલકની ધરપકડ : દારૂ મોકલનાર,ભરી આપનાર સહિત કુલ ૬ વૉન્ટેડ

– દારૂ, ટ્રક અને માલસામાન મળી કુલ ૫૨.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત 

ભરૂચ,

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગોવાથી અમદાવાદ માલ સમાનની આડમાં લઈ જવાતા દારૂના જથ્થાને ભરૂચ તાલુકાના કારેલી ગામની સીમ માંથી ઝડપી પાડી ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી દારૂનો જથ્થો, માલ સામાન અને ટ્રક મળી કુલ ૧૨.૫૫ લાખના મુદ્દામાલ જપ્ત કરી દારૂ મોકલનાર,ભરી આપનાર સહિત ૬ લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ સુરત અને ભરૂચ જિલ્લામાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળી હતી કે એક બંધબોડીના કન્ટેઈનરમાં ગોવાથી ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં ગેરકાયદે રીતે વિદેશીદારૂ ભરીને વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે.જેથી ટીમ કોસંબા પાસે આવતાં કન્ટેનર વડોદરા તરફ આગળ નિકળી ગયું હોવાનું માલુમ પડતાં તેનો પિછો કરી મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર કારેલા ગામની સીમમાંથી કન્ટેનરને ઝડપી પાડયું હતું.ડ્રાઈવરનું નામઠામ પુછતાં તેનું નામ ગુલફાન હમીદખાન પઠાણ (રહે. ભીસંડા, જી. બાંદા,યુપી) હોવાનું માલુમ પડ્યું હતું.ટીમે કન્ટેનર ખોલાવી તપાસ કરતાં તેમાં ફિનોલેક્ષ કંપનીના કેબલ સહિત કુલ ૯.૧૧ લાખનો ટ્રાન્સપોર્ટનો સામાન ભરેલો જણાયો હતો.જોકે, ટીમે તેને હટાવી તપાસ કરતાં અંદર કુલ ૨૭.૯૮ લાખની મત્તાનો વિદેશીદારૂ ભરેલો મળી આવ્યો હતો. ટીમે ડ્રાઈવર ગુલફાન પઠાણની ઉલટપુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે વાપીના દેવવત ત્રિપાઠીના કન્ટેનર પર ડ્રાઈવર તરીકે ગત ૨૦ ઓગષ્ટથી લાગ્યો હતો.તેમજ તે વાપીથી ટ્રાન્સપોર્ટનો સામાન ભરી અમદાવાદ અને ગોવા જતો હતો.દરમ્યાન પ્રમોદ યાદવ નામના શખ્સે ગુલફાનને ગોવાના વર્ના ખાતે એક પેટ્રોલ પંપ પાસે તેને કન્ટેનર ઉભુ રાખવા કહેતાં તે ત્યાં પહોંચ્યો હતો.પ્રમોદ સ્કુટર લઈને ત્યાં આવ્યો હતો અને બબુલ શેખનો નંબર આપયો હતો.જે તેને દારૂ ભરી આપશે. અરસામાં તેમણે ફીનોલેક્ષ કંપનીમાં જઈને સામાન લોડ કરયાં બાદ પ્રમોદને જાણ કરતાં તેના માણસે કન્ટેનરમાં સામાનની નીચે દારૂ સંપાડી આપ્યો હતો.પોલીસે ગુલફાનની ધરપકડ કરી ગોવાથી દારૂ મોકલનાર પ્રમોદ યાદવ (રહે. ગોવા),બબુલ શેખ (પ્રમોદનો માણસ), દેવદ્રત્ત ત્રિપાઠી (વાહન માલીક), એક્ટીવા પર આવી કન્ટેઈનરમાં દારૂ ભરી આપનાર) વડોદરા ખાતે દારૂ લેવા આવનાર સહિતનાઓને વોન્ટેડ જાહેર કરી ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!