વિધાનસભા સત્રના પ્રથમ દિવસે AAP નેતાઓ અને ધારાસભ્યો મગફળી સહિત અન્ય સુકાયેલો પાક લઈને વિધાનસભા પહોંચ્યા

SHARE:

ગાંધીનગર,

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે AAP નેતાઓ અને ધારાસભ્યો મગફળી સહિત અન્ય સુકાયેલો પાક લઈને વિધાનસભા પહોંચ્યાહતાં.સુકાયેલા પાક લઈને વિધાનસભા પહોંચ્યા હતા. આપના ધારાસભ્યો દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહની આગેવાની કરનારી ઈસુદાન ગઢવી વિધાનસભા પહોંચ્યા હતાં.ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી વિધાનસભામાં ખેડૂતોનો અવાજ બનશે અને દુષ્કાળ જાહેર કરવાની માંગ મજબૂતીથી ઉઠાવશે એમ જણાવ્યું હતું.

સુકાયેલા પાક લઈને વિધાનસભામાં જઈ રહેલા આપના ધારાસભ્યોને પોલીસે રોકતા મામલો ગરમાયો હતો.ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે કપાસ, મગફળી સહિત ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે.ખેડૂતો પાસે પાણી પણ નથી બિયારણ,દવા સહિત ખેડૂતોએ જે પણ ખર્ચા કર્યા એ તમામ વસ્તુઓ નિષ્ફળ ગઈ છે.ઈસુદાનભાઈની આગેવાનીમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે પાંચ દિવસ સત્યાગ્રહ ચલાવ્યો અમારી માંગ હતી કે દુષ્કાળ જાહેર કરો અને ખેડૂતોને, ખેતમજૂરોને અને પશુપાલકોને સહાય આપો.સરકારના પેટનું પાણી નથી હલતું, ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.

વિધાનસભા સત્ર દરમ્યાન સરકાર સમક્ષ માંગ કરીશું કે દુષ્કાળ જાહેર કરીને ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકોને સહાય ચૂકવી ન્યાય આપવામાં આવે એવી માંગ ગોપાલ ઇટાલીયાએ કરી હતી.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સિંચાઈના પાણીની વાત તો દૂર રહી, લોકો પાસે પીવાનું પાણી નથી,પાક સુકાઈ ગયો છે માલધારીઓ હિજરત કરી રહ્યા છે.ખેડૂતોને 15 દિવસે એક ઘાસચારાની ઘાંસડી મળે છે તો એનાથી કઈ રીતે પૂરું થશે?જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!