વરસતા વરસાદ વચ્ચે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે શ્રીજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી

SHARE:

– આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચૂરમાના લાડું વહેંચાયા

ભરૂચ,

ગણેશ ચતુર્થી નિમિત્તે વરસતા વરસાદ વચ્ચે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે સવારથી જ જમણી સૂંઢવાળા, ત્રિનેત્ર,રિદ્ધિ સિદ્ધી સહિતનાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.ગણપતિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો.આરતી બાદ ગણપતિ દાદાની ધૂન બોલાવતા શ્રીજી ભક્તો ભક્તિમાં તરબોળ બન્યા હતા.ગણપતિ દાદાનો જન્મ દિવસ હોવાથી ભકતોએ ગણપતિ દાદાને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી. આરતીમાં ભક્તોની હકડેઠડ ભીડ જામી હતી.આરતી બાદ શુધ્ધ ઘી માં બનાવેલા ચુરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વહેચવામાં આવ્યો હતો. ઢોલ નગારાના સથવારે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાજતે ગાજતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા.ગણેશ મહોત્સવને લઈને સમગ્ર આમોદ નગર શ્રીજીમય બન્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!