ભરૂચ,
ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પાંચબત્તી ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ‘ચીની પે ચર્ચા’ નામક પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખાંડના વધતા ભાવ સહિત મોંઘવારીના મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારના રાજમાં મોંઘવારીમાં 300 ગણો વધારો થયો છે.ભાજપે ‘ચાય પે ચર્ચા’ નહીં, પરંતુ ખાંડના ભાવ અંગે ચર્ચા કરવાની જરૂર હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.પ્રદર્શન દરમ્યાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,તાલુકા પ્રમુખ મકબુલ અભલી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




