– કેવડિયામાં ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યન, રણદીપ હુડા, યામી ગૌતમ સહિત અનેક કલાકારો પહોંચ્યા
– સાઉથના સુપરસ્ટાર મામૂટી સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ નેશનલ ફિલ્મ એવોર્ડ માટે કેવડિયા પહોંચ્યા
– 72 માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે આપવામાં આવશે : એકતાનગરમાં સુરક્ષા અને વ્યવસ્થામાં વહીવટી તંત્ર સજ્જ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન ૨૨ સપ્ટેમ્બરના રોજ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે.ત્યારે બોલીવુડ ફિલ્મી હસ્તીઓનું સેલિબ્રિટીઓનું એકતાનગર ખાતે આગમન થવા માંડ્યું છે.આગલે દિવસથી અભિનેતા ફિલ્મ અભિનેત્રીઓનું આગમન થવા માંડ્યું છે.જેમાં કેવડિયામાં ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યન,રણદીપ હુડા, યામી ગૌતમ સહિત અનેક કલાકારો પહોંચ્યાહતાં. એ ઉપરાંત સાઉથના સુપરસ્ટાર મામૂટી સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ નેશનલ ફિલ્મ એવોર્ડ માટે કેવડિયા પહોંચ્યા હતા.જે માટે હોટલ રમાડા, જીન્જર, વનતારા હોટેલમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રમાડા હોટલ ખાતે કાર્તિક આર્યન સહીત મહેમાનોનું પુષ્પહાર, આરતી અને તિલકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં કાર્તિક આર્યનનું રમાડા હોટલના જનરલ મેનેજર મનોજ મહારાજે બુકેથી અને સમગ્ર સ્ટાફે મહેમાનોનું કર્યું સ્વાગત કર્યું હતું.મહેમાનોનું ઢોલ નગારાસાથે સ્વાગત કર્યું હતું.
આજથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈ એકતાનગરમાં સુરક્ષા અને વ્યવસ્થામાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 22મીએ રાષ્ટ્રપતિશ્રીમતી દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરાશે.
વર્ષ ૧૯૫૪માં નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થયા બાદ પ્રથમ વખત નવી દિલ્હી બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમારોહની પ્રોટોકોલ સાથે રાષ્ટ્રપતિના પ્રોટોકોલને અનુરૂપ જરૂરી વ્યવસ્થાઓ, પુરસ્કાર વિજેતાઓ તથા આમંત્રિત મહાનુભાવોની વ્યવસ્થા, વીવીઆઈપી માટેની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા તેમજ કાર્યક્રમના સુચારુ અને સફળ આયોજન અંગેની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર સજ્જ બન્યું છે.



