ભરૂચના નંદેલાવ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

SHARE:

– સેવાસેતુ કેમ્પમાં વિવિધ સરકારી યોજનાઓના દાખલા, પ્રમાણપત્ર તેમજ અન્ય સેવાકીય લાભો મેળવતા ગ્રામજનો

ભરૂચ,

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે સેવાસેતુ ૨.૧ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત ભરૂચ તાલુકાના નંદેલાવ ગામના આંબેડકર ભવનમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ તાલુકાના નાગરિકોને તેમના ગામના નજીકના સ્થળે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી નંદેલાવ ગામના આંબેડકર ભવનમાં નંદેલાવ, ઉમરાજ, ભોલાવ, ઝાડેશ્વર, ચાવજ, રહાડપોર, વડદલા, કાસદ, મહુધલા, પગુથણ, લુવારા, વગુસણા, હલદર, ઉમરા, અસુરીયા, કુવાદર એમ ૧૬ ગામનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.કેમ્પમાં રાશનકાર્ડ, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો વધુમાં વધુ નાગરિકો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મહાનુભાવોએ વિવિધ યોજનાઓના સ્ટોલની મુલાકાત કરી અને જરૂરી માહિતી મેળવી હતી. આ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ મહાનુભાવોના હસ્તે આંબેડકર ભવનના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, નોનક્રિમીલેયર પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરાવવું, નામ કે અન્ય વિગતોમાં સુધારો કરવો, રેશનકાર્ડ સંબંધિત અન્ય સેવાઓ વિવિધ પેન્શન યોજનાઓ, શિષ્યવૃત્તિ યોજનાઓ, પ્રી- મેટ્રિક તથા પોસ્ટ- મેટ્રિક શિષ્યવૃત્તિ, આયુષ્યમાન કાર્ડ સહિતની સેવાઓનો નાગરિકોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં ગામના સરપંચ, મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ડેપ્યુટી સરપંચ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!