SRF ફાઉન્ડેશન ભરૂચ દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અનુરૂપ ગ્રામ પંચાયત સુવાને ટ્રેક્ટર અને ટ્રોલી અર્પણ કરવામાં આવી

SHARE:

ભરૂચ,

SRF ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રૂરલ એજ્યુકેશન પ્રોગ્રામ (REP) અંતર્ગત સ્વચ્છ ભારત મિશનને અનુરૂપ ગ્રામ પંચાયત સુવાને ટ્રેક્ટર અને ટ્રોલીની ભેટ આપવા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

ગામમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા, જાહેર સ્થળો તથા વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત થતા કચરાના વ્યવસ્થિત સંગ્રહ અને પરિવહન માટે આ ટ્રેક્ટર અને ટ્રોલી ગ્રામ પંચાયતને સત્તાવાર અર્પણ કરવામાં આવ્યા છે. તેનો ઉપયોગ ગામની નિયમિત સફાઈ કામગીરી, કચરાના એકત્રિકરણ તથા યોગ્ય સ્થળે નિકાલ માટે કરવામાં આવશે.આ સહાયથી ગ્રામ પંચાયતની સ્વચ્છતા કામગીરી વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનશે.

કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સુવાના સરપંચ મંજુલાબેન, ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ, ગામના આગેવાનો, યુથ મેમ્બર્સ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. SRF ફાઉન્ડેશન તરફથી નિશા જુનેજા – સિનિયર પ્રોગ્રામ ઓફિસર, હેડ ઓફિસ, દિલ્હી, SRF લિમિટેડ તરફથી આશીષ બલવાડા, (સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ), રામ યાદવ, ભાવેશ ગોહિલ, ડૉ.રિપલ પટેલ, કિરણ પટેલ, પરમાર પંકજ તેમજ જીગ્નેશભાઈ ખ્રિસ્તી – પ્રોગ્રામ ઓફિસર, SRF ફાઉન્ડેશન ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન SRF ફાઉન્ડેશન અને SRF લિમિટેડના અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને ટ્રેક્ટરની ચાવી અર્પણ કરવામાં આવી હતી તથા ટ્રેક્ટરને લીલી ઝંડી બતાવી ગ્રામ પંચાયત સુવાને સત્તાવાર રીતે અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નિશા જુનેજાએ પોતાના વક્તવ્યમાં ગ્રામ પંચાયત, ગામના આગેવાનો, યુથ લીડર્સ અને સમગ્ર સમુદાયને SRF ફાઉન્ડેશન અને SRF લિમિટેડ ના સહયોગી ગણાવ્યા હતા. તેમણે ગામના વિકાસ અને સ્વચ્છતા જાળવવા માટે ગ્રામ પંચાયત તથા સમુદાય સાથે સતત સંકલન અને સહભાગિતાથી કાર્ય કરવા અપીલ કરી હતી.આશીષ બલવાડા દ્વારા આપેલ ભેટનો યોગ્ય ઉપયોગ અને સૂચારું સંચાલન કરવા અપીલ કરવામાં આવી હતી. ભાવેશ ગોહિલ દ્વારા સ્વચ્છ ભારત મિશનનો હેતુ આ ભેટ દ્વારા સિધ્ધ કરવા, સત્તાવાર રીતે આ ભેટને સાર્વજનિક સંપત્તિ ગણાવવામાં આવી હતી.ત્યાર બાદ ડેપ્યુટી સરપંચ રાજેશભાઈએ પોતાના વક્તવ્યમાં SRF ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી ટ્રેક્ટર અને ટ્રોલીની અમૂલ્ય સહાય બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી અને સમગ્ર ગ્રામ પંચાયત પરિવાર તથા ગ્રામજનો વતી SRF ફાઉન્ડેશનનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

SRF ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ પહેલથી સુવા ગામની સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન વ્યવસ્થાને જરૂરી સાધનસામગ્રી ઉપલબ્ધ થઈ છે. ગ્રામ પંચાયત અને સમુદાયના સહયોગથી ટ્રેક્ટર અને ટ્રોલીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે, જેના પરિણામે ગામમાં નિયમિત સફાઈ, કચરાનું વ્યવસ્થિત પરિવહન અને સ્વચ્છ પર્યાવરણ જાળવવામાં મદદ મળશે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!