(જયશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના તેજપોર ગામે ૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નર્મદા સાહિત્ય સંગમના મહામંત્રી હિરાજ વસાવા,CRC ઉમલ્લા ક્લસ્ટર, કપાટના સામાજિક કાર્યકર નિલેષ વસાવા, શાળાના આચાર્ય સુલોચનાબેન રજવાડી, શિક્ષક રાકેશભાઈ રજવાડી, પ્રાથમિક શાળા તેજપોરના શિક્ષકગણ, કપાટ અને તેજપોર ગામના યુવા મિત્રો, વડીલો અને વાલીઓ, કપાટ અને તેજપોર પ્રાથમિક શાળાના સ્પર્ધક બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સૌપ્રથમ મહાત્મા ગાંધીના ફોટોને સુતર પહેરાવી વંદન કર્યા હતા. તેમજ વૈષ્ણવ જન ભજનના ગાન સાથે પેટી રેંટિયો ચલાવી તેના ઇતિહાસ અને મહત્વ અંગે સમજ આપી હતી.તેમજ કપાટ તેજપોરના કુલ ૯૫ બાળકોએ ચિત્ર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા દ્વારા બાળકોએ પોતાની પ્રતિભા બહાર લાવી તમામ સમક્ષ મૂકી હતી.જેમાં વિશેષ તો બાળકોએ પોતે મોબાઈલ ફોનના ફાયદા અને ગેરફાયદા અંગે નિબંધ લખી રજૂઆત કરેલ હતી.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂ.મહાત્મા ગાંધીના વિચારોને જીવનમાં ઉતારી કઈ રીતે સારું જીવન બનાવી શકાય તેમજ વાલીઓને બાળકોમાં સંસ્કાર સિંચન કરવા માટે આહવાન કરવામાં આવેલ હતું.સાથે વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠતા બતાવનાર તેમજ ભાગ લેનાર બાળકોને સ્ટેશનરીની વિવિધ ભેટ તેમજ નાસ્તાનું આયોજન કરેલ હતું જે માટે દાતાશ્રીઓ સુંદરભાઈ કપાટ, રવીન્દ્રભાઈ કપાટ,નરેશભાઈ કપાટ, પ્રદીપભાઈ ભાઈ તેમજ યુવા મિત્ર-તેજપોર, સાથે જોડાયા હતા જેઓએ સાથે મળી આ તમામ વ્યવસ્થા કરવામાં આવેલી હતી.તેમજ આચાર્ય તથા તેમના સ્ટાફ દ્વારા શાળામાં ખુબ સારી વ્યવસ્થા તેમજ સહકાર આપવામાં આવેલ હતો.




