ભરૂચમાં વિકાસ સેવા જ્યોતિ યાત્રા થકી વહયો સેવાભાવ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ

SHARE:

– જનસેવાથી રાષ્ટ્રસેવાના 25 વર્ષ, We will do it, મોદીએ આપ્યો દેશને મંત્ર

– રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સભા અને યાત્રા સંપન

ભરૂચ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા, સુશાસન અને સમર્પણનાં 15 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ ખાતે વિકાસ સેવા જ્યોતિ યાત્રાના સમાપન સમારોહ અને વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરાયું હતું.

રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભરૂચ, અંકલેશ્વર – હાંસોટ, ઝઘડીયા, જંબુસર અને વાગરા વિધાનસભાના નગરજનો ઉપસ્થિત રહ્યા. સભામાં નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદ્બોધન કર્યું હતું.તેમણે સમગ્ર રાષ્ટ્રને વિકસિત ભારત-2047ના સંકલ્પોને સાકાર કરવા એકજૂથ થવા હાકલ કરી હતી. તેમણે વી વિલ ડુ ઈટ નો નારો આપીને સામૂહિક પ્રયાસો કરવા અપીલ કરી હતી.સેવાના રંગ, રાષ્ટ્રના રંગ અંતર્ગત જિલ્લાકક્ષાની રંગોળી સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી પુરસ્કૃત કરાયા. ઉપસ્થિતોને પ્રભારીમંત્રીએ વિકસિત ભારત@2047ની સામૂહિક પ્રતિજ્ઞા લેવાડાવી.

 

સભા બાદ પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરી સેવા જ્યોતિ યાત્રાને દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી લીલી ઝંડી આપી વિધાનસભા મુજબ 3 રૂટ પરથી પ્રસ્થાન કરાવી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડીમ્પબેન રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી અને રિતેશ વસાવા, પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે, DDO યોગેશ કાપસે, જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!