ભરૂચમાં શોપિંગના જર્જરિત ભાગનો કેટલોક હિસ્સો ધરાશાયી થતાં આસપાસના દુકાનદારોમાં ફફડાટ ફેલાયો

SHARE:

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા શાલીમાર કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી શોપિંગના જર્જરિત ભાગનો કેટલોક હિસ્સો ધરાશાયી થતાં આસપાસના દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે દુકાનદારોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ભરૂચના વ્યસ્ત સ્ટેશન રોડ વિસ્તારમાં શાલીમાર કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી શોપિંગના જર્જરિત ભાગનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જર્જરિત બાંધકામ ધરાશાયી થતાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હોવાનું પ્રાથમિક વિગતો પરથી જણાય છે. જોકે, શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલી આવી જર્જરિત મિલકતોને કારણે રાહદારીઓ અને વેપારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.આવી મિલકતોની સમયસર તપાસ કરી જરૂરી સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!