બેદરકારી કોન્ટ્રાકટરની કે પાલિકાની : ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં સેફટી વિના જ ઊંચાઈ પર ઝાડ કાપતો મજુર!

SHARE:

– કોન્ટ્રાકટરની બેદરકારી અને ભરૂચ પાલિકાની નિષ્ક્રિયતાને પગલે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

– ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારના ઝાડોને કાપવા માટે સપન જમાદારને એક વર્ષ માટે કોન્ટ્રાકટ અપાયો છે 

ભરૂચ,

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં સેફટી વિના ઊંચાઈ પર મજુર દ્વારા ઝાડ કાપવામાં આવતા કોન્ટ્રાકટરની બેદરકારી તેમજ પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે.

ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં જુદા જુદા વોર્ડ માંથી ઝાડ પડી જવાના બનાવો તેમજ વર્ષ દરમ્યાન ભારે વરસાદ, વાવાઝોડા તથા આકસ્મિક રીતે ઝાડ નમી જવાથી તેમજ ઝાડ કપાવા માટેની અરજીઓ આવતી હોય છે જે બાબતે સભ્યશ્રીના વોર્ડમાંથી આવેલ અરજી તેમજ જાહેર જનતા દ્વારા ફાયર કંટ્રોલ પર અલગ અલગ વિસ્તાર માંથી મોટા તોતિંગ વૃક્ષો કાપવા માટેની ઘણી ફરિયાદો તેમજ અરજીઓ આવતી હોય છે તથા શહેરી વિસ્તારમાં આવેલ મિલકતોને નુકસાન કરતા વૃક્ષો કપાવવાની જરૂરિયાત હોય છે જે બાબતે સપન બી જમાદારને ફાયર શાખામાં આવેલ અરજીઓના નિકાલ કરવા તેમજ ડીઝાસ્ટર દરમ્યાન પડી ગયેલ ઝાડ કાપવા,ટ્રીમીંગ કરવા માટેની પરવાનગી ૦૧/૦૧/૨૦૨૬ થી ૩૧/૧૨/૨૦૨૬ સુધી આપવામાં આવી છે.

આ દરમ્યાન તેઓ વિવિધ સ્થળો પરથી આવેલ ફરિયાદ મુજબ મજુરો મારફતે ઝાડને કાપવાની કામગીરી કરી રહ્યા છે.જેથી તેઓને ભરૂચ નગરપાલિકા ના વોર્ડ નંબર ૩ માં આવેલ સેનેટરી ઓફિસ નજીક આવેલ ઝાડ પર ઈયળ થતી હોય તેને કાપવા માટે સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા રજુઆત કરવામાં આવતા તેને કાપવા માટે સપન જમાદાર દ્વારા મજુરો મોકલવામાં આવ્યા હતા. જે મજુરો સેફટી વિના જ ઊંચાઈ પર ઝાડ કાપતા કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી હતી.તો બીજી તારફ પાલિકા તંત્રની પણ નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.ઊંચાઈ ઓર સેફટી વિના ઝાડ કાપતી વેળા જો કોઈ દુર્ઘટના બની હોત અને મજુરે જીવ ગુમાવ્યો હોત તો જવાબદાર કોણ?જેવા સવાલો ઉઠવા પામ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સેફટી વિના ઊંચાઈ પર ઝાડ કાપતા મજુરના જીવ ને જોખમ માં મૂકી કામ કરાવતા કોન્ટ્રાકટર સામે ભરૂચ પાલિકા તંત્ર કાર્યવાહી કરે છે કે નહિ કે પછી સબ ચલતા હે નીતિ અપનાવે છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!