ભરૂચના ટંકારીયા ગામમાં મદની ઓટોપોર્ટસની દુકાનમાં બાળ મજૂર રાખતા પાલેજ પોલીસમાં ફરીયાદ

SHARE:

– શ્રમ આયોગની ટીમે દરોડા પાડી તેને મુક્ત કરાવી સંચાલક હસન યુસુફ તલાટી સામે ગુનો નોંધાવ્યો 

ભરૂચ,

ભરૂચના ટંકારીયા ગામમાં આવેલ મદની ઓટો પાર્ટસની દુકાનમાં સગીરને બાળ મજૂરી કરાવતા શ્રમ અધિકારીએ મુક્ત કરાવી સંચાલક સામે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચની મદદનીશ શ્રમઆયુક્ત કચેરીમાં ફરજ બજાવતાં શ્રમ અધિકારી રશ્મી ચૌધરી તેમજ તેમની ટીમને ફરિયાદ મળી હતી કે ટંકારિયા ગામે આવેલા મદની ઓટો પાર્ટસની દુકાનમાં બાળ શ્રમિક કામ કરે છે.દરમ્યાનમાં તેમણે ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સ ટીમ તૈયાર કરી હતી.જેમાં શ્રમ અધિકારી રશ્મી ચૌધરી સહિત જીલ્લા બાળ સુરક્ષા એકમના આર.પી.ચાવ, એએચટીયુના ડબલ્યુએલઆર સરીતા મુકેશ ભટ્ટ, એલઆરપીસી શૈલેષ સોનાજી, પીસી ધવલભાઈ એકત્ર થયા હતા.જે બાદ બહુમાળી ભવન ખાતે આવેલી મદદનીશ શ્રમ આયુક્તની કચેરીએથી રેડ અંગેની તમામ માહિતી એકત્ર કરી ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે આવેલાં મસ્જીિદ શોપિંગ સેન્ટર ખાતે આવેલી મદની ઓટો પાર્ટસની દુકાનમાં દરોડો પાડયો હતો.ટીમે તપાસ કરતાં ત્યાં એક ૧૩ વર્ષના બાળક પાસે કામ કરાવવામાં આવતું હોવાનું માલુમ પડયું હતું.જેના પગલે તુરંત એક્શનમાં આવી ટંકારિયા ગામના ઓડા સ્ટ્રીટ ખાતે રહતાં ૧૩ વર્ષીય બાળકને મુક્ત કરાવી તેને પ્રાથમિક તબક્કે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, કુકરવાડાને સોંપવામાં આવ્યો હતો.જ્યારે મદની ઓટો પાર્ટ્સની દુકાનના માલિક હસન યુસુફ તલાટી વિરુદ્ધ બાળ શ્રમયોગીઓને મજુર તરીકે મજૂરી કરાવી શારીરિક તથા આર્થિક શોષણ કરતા શ્રમ અધિકારી રશ્મી ચૌધરીએ પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!