છોટાઉદેપુર,
જિલ્લા પંચાયત કચેરી છોટાઉદેપુર હસ્તકના પીએચસી અને સીએચસીના આઉટસોર્સિંગ કર્મચારીઓના લીવ ઓન કેશના નાણાં એજન્સીને એસ્ક્રો એકાઉન્ટથી ચુકવી દેનાર જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ હેઠળ કાર્યવાહી તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓના ડી જી નાકરાણીએ ચોરેલા રૂપિયા પરત માંગ સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
વર્ષ 2023 માં છોટાઉદેપુર જિલ્લાના પીએચસી અને સીએચસી ખાતે વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓની સેવા આઉટસોર્સ મેન પાવરથી લેવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટેન્ડર કરવામાં આવ્યા હતા ટેન્ડરની શરતમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે લીવ ઓન કેશના રૂપિયા દર મહિને એસ્ક્રો એકાઉન્ટથી કર્મચારીઓને ચુકવવાના રહેશે એમ છતા નવેમ્બર 2023 થી આ નાણા ડી જી એન્ટરપ્રાઈઝને ચુકવવામાં આવતા હતા આ રુપિયા એસ્ક્રો એકાઉન્ટથી ચુકવાયા હતા એટલે જિલ્લા પંચાયતના ઉપાડ અને વહેંચણી અધિકારીની સહીથી ચુકવાયા હતા.અગાઉ 2021 માં નાણાકીય ગેરરીતિ આચરનાર ડી જી નાકરાણીનો કોન્ટ્રાક્ટ તત્કાલિન ડીડીઓ દ્વારા કેન્સલ કરવામાં આવ્યો હતા છતાં 2023 માં ફરીથી ડી જી નાકરાણીને કોન્ટ્રાક્ટ આપવા અધિકારીઓ દ્વારા મોટી રકમની લાંચ લીધી હોવાનો આક્ષેપ ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે લગાવ્યો હતો.આ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં નાણાકીય ગેરરીતિ આચરનાર ડી જી એન્ટરપ્રાઈઝ તેમજ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે લીવ ઓન કેશના રૂપિયા કર્મચારીઓને પરત ચુકવવા દસ દિવસનુ અલ્ટીમેટમ આપ્યુ છે જો એમાં અધિકારીઓ નિષ્ફળ જશે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.



