– ગરીબ બાળકોને પુસ્તક વિતરણ કરાયા
ભરૂચ,
ભરૂચ ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખ અને હાલ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રકાશ મોદીના 64મા જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌપૂજા સહિતના સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રથમ પાંજરાપોળમાં રહેલ ગાયની તેઓના પત્ની સાથે પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા બાદ બાળકો પાસે કેક કટિંગ કરી બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે લોકોને સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને દેશના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા,બિપિન ભટ્ટ,ભાજપના મહામંત્રી પરેશ પટેલ,ઉપપ્રમુખ મનોજ મહેતા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



