– 17 લાખ શેરડીનું વાવેતર 32 લાખ શેરડી સુગરમાં આવશે : 10,000 લોકોને રોજગારી
– ઓર્ગેનિક ખાંડ, ફાર્મા ગ્રેડ ખાંડ અને એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદાની ધારીખેડા સુગર ફેક્ટરીમાં 9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક સાથે આજથી શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ સભાસદો અને સુગર ચેરમેનઘનશ્યામ પટેલની ઉપસ્થિતિમાં કરવામા આવ્યો હતો.
ખાંડ ઉત્પાદનની સાથે સાથે ચાલુ વર્ષથી પાવર પ્રોજેક્ટનો પણ શુભારંભ થયો હતો.વીજ ઉત્પાદન થવાથી ગુજરાત ઈલેકટ્રીસીટી બોર્ડને 15થી 20 મેગાવોટ પાવર એક્ષપોર્ટ કરવામાં આવશે. એમાંથી જે આવક થશે તેનો સીધો ફાયદો નર્મદા સુગરના સભાસદ ખેડૂતોને થશે. આવનારા દિવસોમાં સભાસદોને શેરડીનો સારામાં સારો ભાવ મળે એવો પ્રયત્ન પણ થઈ રહ્યો હોવાનું શુગર ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું.નર્મદા સુગર ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે.આ સુગર ફેક્ટરીને કારણે 10000 લોકોને રોજગારી મળી રહી છે.અને આ આ વિસ્તારનો વિકાસ પણ સુગર ફેક્ટરીને કારણે થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.આ વર્ષે 17 લાખ શેરડીનું વાવેતર થશે જયારે 32 લાખ શેરડી સુગરમાં આવશે હાલ શેરડી પીલાણનો આજથી બોઈલર પ્રદીપ્ત કરીને પ્રારંભ કરાયો હતો.
નર્મદા સુગર ફેક્ટરી પિલાણ સિઝન સંતોનીઉપસ્થિતિ માં શ્રીફળ વધેરી આરતી પૂજન વિધિ સાથે શેરડી પીલાણનો પ્રારંભ કરાયો હતો.ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરી ખાતે હવે નવી સિઝન માં આજુબાજુના લોકોને રોજગારી પ્રાપ્ત થશે.સાથે ખેડૂતોને શેરડી નો સારો ભાવ આપીશું.જેથી તેમને પણ ફાયદો થશે,આ વર્ષે કુલ 17000 એકર જમીનમાં શેરડીના પાક નું વાવેતર થયું છે. આ સુગર દ્વારા ઓર્ગેનિક ખાંડ, ફાર્મા ગ્રેડ ખાંડ અને એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે.ખેડૂતોએ પણ જણાવ્યું હતું કે આ સુગર ફેક્ટરીમાં અમને પોષણક્ષમ ભાવ મળે છે જેથી અમને સારી આવક પણ થાય છે.



