ભરૂચના ને.હા પર લુવારા નજીક ટેન્કરમાં આગ ભભૂકીતા ચાલકની સમયસૂચકતા અને કારચાલકની મદદથી મોટી દુર્ઘટના ટળી

SHARE:

– ભરૂચ પાલિકાના ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો 

ભરૂચ,

ભરૂચના નેશનલ હાઈવે-48 પર લુવારા નજીક ગત રાત્રે હજીરાથી રનોલી તરફ જઈ રહેલા એક ટેન્કરમાં અચાનક આગ લાગતાં હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ માર્ગે ટેન્કરમાં આગ ભભૂકતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.જોકે ટેન્કર ચાલકની સમયસૂચકતા અને એક કારચાલક સહિત નજીકના પેટ્રોલ પંપના કર્મચારીઓની મદદને કારણે આગ વધુ વિકરાળ બનતી અટકી હતી અને સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, ટેન્કર હજીરાથી રનોલી તરફ જઈ રહ્યું હતું ત્યારે લુવારા નજીક અચાનક તેમાં આગ લાગી હતી. આગની ગંભીરતા સમજી ટેન્કર ચાલકે તાત્કાલિક વાહન રસ્તા પર ઊભું રાખ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં આગ કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.નજીકમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ મદદ માટે દોડી આવ્યા હતા.કારચાલક અને પેટ્રોલ પંપના કર્મચારીઓના પ્રયાસોથી આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા ણા ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

જોકે હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર ટેન્કરમાં આગ લાગવાની ઘટના વાહનોની સુરક્ષા અને માર્ગ પરની જોખમી પરિસ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.સદ્દનસીબે ટેન્કરચાલકની સમયસૂચકતા અને સ્થાનિક લોકોની તાત્કાલિક મદદથી મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાતી અટકી હતી.પરંતુ જો આગ પર સમયસર કાબૂ મેળવવામાં ન આવ્યો હોત તો હાઈવે પર ગંભીર પરિણામો આવી શક્યાં હોત.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!