ઝઘડિયાના પાણેથાના દેસાઈ પરિવારે મહેન્દ્રભાઈનું દેહદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

SHARE:

– દેહદાન એટલે મહાદાન… મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાનો ઉમદા સંકલ્પ!

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે દેસાઈ પરિવારે દેહદાન કરીને સમાજને માનવતાની અનોખી પ્રેરણા પૂરી પાડી છે.૮૨ વર્ષીય સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ફુલાભાઈ દેસાઈની અંતિમ ઈચ્છાને માન આપીને પરિવારે તેમનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી આ સેવાકાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ૮૨ વર્ષીય મહેન્દ્રભાઈ ફુલાભાઈ દેસાઈનું તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૬ ના રોજ દુઃખદ નિધન થયું હતું.મહેન્દ્રભાઈની અંતિમ ઈચ્છા દેહદાન કરવાની હતી.તેમની આ ઈચ્છાને માન આપીને પુત્રી હેમાબેન દેસાઈ, રાજશ્રીબેન પટેલ અને દર્શનાબેન પટેલ તેમજ તેમના જમાઈઓ સહિત સમગ્ર દેસાઈ પરિવારે દેહદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો.આ અંગે પરિવારે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈના દેહને સન્માનપૂર્વક ઝાયડસ મેડિકલ કોલેજ, દાહોદ ખાતે મોકલવામાં આવ્યો હતો.મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ અને માનવ શરીરની રચનાના અભ્યાસમાં મદદરૂપ થવાના હેતુથી આ દેહદાન કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્યમાં ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદના જનરલ મેનેજર હેતલ રાવે દેહદાન સ્વીકારી સહયોગ આપ્યો હતો. જ્યારે સેવાયજ્ઞ સમિતિ ભરૂચ દ્વારા એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવી હતી.સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સભ્યો ગિરીશભાઈ, અરુણભાઈ અને મહેશભાઈએ પણ આ સેવાકાર્યમાં સહયોગ આપ્યો હતો.ખરેખર, સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ દેસાઈની અંતિમ ઈચ્છાને માન આપીને દેસાઈ પરિવારે સમાજ સામે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેહદાનના આ મહાદાનથી ભવિષ્યમાં અનેક તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસમાં મદદ મળશે અને સમાજને સારા તબીબો મળવામાં યોગદાન મળશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!