(ગણપત મકવાણા,શહેરા)
લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના બાળકોએ શહેરા તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવ એથલેટિક વિભાગમાં 9 સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર શહેરા તાલુકામાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાનો ડંકો વગાડ્યો છે. શહેરા તાલુકા કક્ષા શાળાકીય રમતોત્સવ પી.બી.પંડ્યા હાઈસ્કુલ નાદરવા મુકામે યોજવામાં આવ્યો જેમાં આજે એથ્લેટિક વિભાગમાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના બાળકોએ ઐતિહાસિક કુલ 9-નવ વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને શાળાનું નામ સમગ્ર તાલુકામાં રોશન કરેલ છે.જેમાં (1) બારીઆ મુક્તિબેન વિજયભાઈ U-14 લાંબીકૂદ- શહેરા તાલુકા પ્રથમ (2) બારીઆ મુક્તિબેન વિજયભાઈ U-14 200 મીટર દોડ -શહેરા તાલુકા પ્રથમ (3) બારીઆ અંજનાબેન રાજેશભાઈ U-14 400 મીટર દોડ-શહેરા તાલુકા પ્રથમ (4) નાયક શિલ્પાબેન ભલાભાઈ U-17 ઊંચકુંદ શહેરા તાલુકા પ્રથમ (5) બારીઆ દક્ષેશકુમાર પ્રદીભાઈ U-14 , 400 મીટર દોડ શહેરા તાલુકા પ્રથમ (6) નાયક સુરેશકુમાર રમેશભાઈ U-14, ગોળા ફેક -શહેરા તાલુકા પ્રથમ (7) નાયક સુરેશકુમાર રમેશભાઈ U-14, ઊંચી કૂદ -શહેરા તાલુકા પ્રથમ (8) બારીઆ ધરમવીર સંજયભાઈ U-14, ચક્ર ફેક – શહેરા તાલુકા પ્રથમ (9) નાયક અજયકુમાર ગોવિંદભાઈ U-14, 600 મીટર દોડ-શહેરા તાલુકા પ્રથમ આવ્યા હતા.પ્રાથમિક શાળાના ધોરણ 6,7 અને ધોરણ 8 ના બાળકોએ જુદી જુદી હાઈસ્કૂલના ધોરણ-9 ના હાઈસ્કૂલના બાળકોને પણ ચેલેન્જ આપી હરાવી પ્રથમ ક્રમાંક મેળવેલ છે. લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાઓ વિજેતા બાળકોને અને લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખેલ સહાયક શિક્ષક મિત્ર જયદીભાઈ સમગ્ર શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા છે.વિજેતા બાળકો પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.




