આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનેવી નીકળ્યો

SHARE:

– સગા બનેવી જ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કરી સગીરાને સગર્ભા બનાવી હતી

આમોદ,

આમોદ નગરમાં ૪ ઓગષ્ટના રોજ એક નવજાત જન્મેલી બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી હતી.જે બાબતે આમોદ નગરમાં  અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.ત્યારે પોલીસે નવજાત બાળકીને ત્યજી દેનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૯૩ મુજબ ગુનો નોધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જેમાં ૧૫ વર્ષીય સગીરાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.ત્યાર બાદ આમોદ પોલીસે સગીરાની અટકાયત કરી તેને વધુ સારવાર માટે ભરૂચ સીવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.ત્યારે સગીરાને કુંવારી માતા બનાવનાર કોણ તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સગીરાનો સગો બનેવી જ નવજાત બાળકીનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.જેથી આમોદ પોલીસે સગીરાની માતાની ફરીયાદ લઈ સગીરાના સગા બનેવી અને ફરિયાદી બહેનના સગા જમાઈ સામે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો મુજબ ગુનો નોધી સગીરાના બનેવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી હતી.પોલીસે ભરૂચ સીવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સગીરા તેમજ નવજાત બાળકીનું સ્વાસ્થ્ય  સ્વસ્થ હોવાનું જણાવ્યુ હતુ.આમોદ પોલીસ મથકે આજ રોજ નોંધાયેલા દુષ્કર્મ અને પોસ્કોના ગુનાની તપાસ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયા ચલાવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!