ઉમલ્લાના વેપારીને ગુંડા તત્ત્વોએ માર મારતા મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદની માંગ કરી

SHARE:

– ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે શોરૂમના માલિક તેના  દીકરાઓ સહિત ચાર ઈસમોને માર મારી મારી નાખવાની ધમકી આપી

– રાયસીંગપુરા ગામના ઈસમ શોરૂમમાંથી ફ્રીઝ લઈ ગયો હતો અને તે બગડી ગયેલ હોય એના બદલામાં નવું ફ્રીઝ આપવા જબરજસ્તીથી માંગણી કરી હતી

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રહેતા મહેશભાઈ દશરથભાઈ શાહ શિવમ ઈલેક્ટ્રોનિક્સ નામની દુકાન ચલાવી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે, મહેશભાઈએ તેમની દુકાનમાંથી આશરે ચાર વર્ષ પહેલા રાયસીંગપુરા ગામના સનાભાઈ ભાવસિંગભાઈ વસાવાને ફ્રીજ ફાઈનાન્સના હપ્તેથી આપેલું હતું, આશરે છ માસ અગાઉ સનાભાઈનુ ફ્રીઝ બગડી ગયું હોય મહેશભાઈએ રીપેરીંગ કરાવી આપ્યું હતું.તેના બે માસ બાદ એટલે કે ચાર માસ પહેલા ફ્રીજમાં કોમ્પ્રેસર નો પ્રોબ્લેમ આવેલ હતો.જેથી સનાભાઈએ મહેશભાઈને ફરિયાદ કરી હતી.તેથી મહેશભાઈએ તેને કંપનીમાં કમ્પ્લેન કરવા જણાવ્યું હતું, કંપનીમાંથી બગડી ગયેલ ફ્રિજ બાબતે જણાવ્યું હતું કે તમે ફ્રીજ બહારના માણસ પાસેથી કામ કરાવ્યું હોય કંપની દ્વારા તમને કોમ્પ્રેસર બદલી આપવામાં આવશે નહીં અને ફ્રી રીપેરીંગ કરી આપવામાં આવશે નહીં, ગત તા. ૫.૮૨૫ ના રોજ રાયસીંગપુરા ગામનો આ સનાભાઈ તેનું બગડેલું ફ્રીજ ટેમ્પામાં લઈ આવી મહેશભાઈ ની દુકાન ની આગળ ફ્રીઝ ઉતારી દઈ મહેશભાઈને જણાવેલ કે ફ્રીઝ અહીં મૂકી દીધેલ છે મને તાત્કાલિક નવું ફીઝ આપો નહીંતર તમારા ટાંટિયા ભાગી નાખીશ તેમ કહેતા મહેશભાઈએ સનાભાઈને જણાવેલ કે તમારું ફ્રીજ કંપનીમાં મોકલી આપીશ અને તે અત્યાર સુધી વાપરેલ હોય તેનો ઘસારો જે આવે એ તમારે કંપનીમાં આપવો પડશે અને તમને નવું ફ્રીજ આપવા માટે પ્રયત્ન કરીશ તેમ કહેતા સનાભાઈ એકદમ ઉસ્કેરાઈ જઈ માં બેન સમાણી ગાળો બોલી સનાભાઈને ટેમ્પામાંથી એક લાકડાનો ડંડો લઈ આવી મહેશભાઈ ને શરીરના અલગ અલગ ભાગો પર માર્યો હતો. આ દરમિયાન મહેશભાઈ નો નાનો છોકરો ત્યાં જ હોય તેમને છોડાવવા વચ્ચે પડતા સાનાભાઈએ તેમના નાના દીકરાને પણ ડંડા વડે માર માર્યો હતો.તે દરમ્યાન મહેશભાઈ ની દુકાન ની બાજુમાં આવેલ ભાવિનભાઈ દેસાઈ તેઓ પણ વચ્ચે પડતા સનાભાઈએ આ ભાવિનભાઈને પણ ધંધાનો સપટો મારી દીધો હતો, વધુ મારમાંથી મહેશભાઈને છોડવા માટે તેમનો મોટો દીકરો તથા તેમની પત્ની પણ આવી ગયેલ તે દરમ્યાન સનાભાઈએ પણ મહેશભાઈના મોટા દીકરાને લાકડાના ડંડા વડે  હાથના ભાગે સપાટો મારી દીધેલું હતો.આ દરમ્યાન સનાભાઈ વસાવા કહેતા હતા કે તમે મારું ફ્રીઝ બદલી નહીં આપો તો હું તમને ચારેય અને મારી નાખીશ એવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.ઈજાગ્રસ્ત મહેશભાઈ તથા તેમના બંને દીકરા અને અન્ય ઈસમને ઉમલ્લાના સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેથી મહેશભાઈ દશરથભાઈ શાહે સનાભાઈ ભાવસિંગભાઈ વસાવા રહે. રાઇસીગપુરા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.– ઘટના સંદર્ભે સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને લખ્યો

ઉમલ્લા ગામે શોરૂમના માલિકને અને તેના પરિવારને માર મારવાની ઘટનામાં સાંસદ મનસુખ વસાવા એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, પત્રમાં તેમણે જણાવ્યું છે કે રાયસીંગપુરાના સરપંચના પુત્ર સના વસાવા જેઓ માથાભારે માણસો સાથે રાખી ફ્રીઝની બાબતને લઈ શોરૂમના માલિકને સખત માર્યે છે,વેપારીએ આ બાબતની જાણ ઉમલ્લા પીઆઇ કરી હતી તેમ છતાં બીજા દિવસે તેઓને પાંચથી છ કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા,તેમણે ઝઘડિયા તાલુકાના એક રાજકારણીનું નામ લઈ જણાવ્યું હતું કે તેઓ દ્વારા એક સંગઠન ચલાવી રહ્યા છે અને આવા લોકો ગમે તે કાર્યક્રમ પ્રસંગોમાં સો થી બસ્સો બાઈકો લઈને પહોંચી જાય છે અને આમ પ્રજાને રંજાડે છે આ બાબતે તેમણે જે તે સમયે ભરૂચના ડીએસપીને રજૂઆત કરી હતી અને કેટલાક વિડીયો પણ બતાવ્યા હતા.આવા સંગઠોને રાજકીય પીઠ બળ મળી રહે છે જેના લીધે પોલીસ પણ આ લોકો સામે વામણી પડે છે તેમ તેમણે જણાવ્યું હતું!

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!