નિલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડા બાબતે સાંસદ મનસુખ વસાવાએ કરી સ્પષ્ટતા

SHARE:

– મનસુખ વસાવાએ કહ્યું કે ચૂંટણી જીતવા માટે નિલ રાવને મેં થોડા ઉંચા અવાજમાં કહ્યું હતું

– ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો

– પણ વર્ષા વસાવા જે વાત કરી રહ્યા છે તે વાત બિલકુલ ખોટી છે એવી કોઈ ઘટના બની જ નથી

– વર્ષા વસાવા મારી દીકરી સમાન છે જેને સુરત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયામાં કામ કરતા વ્યક્તિએ તેને ગેરમાર્ગે દોરી છે 

 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલરાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યોહોવાનું નિવેદન સામે આજે સાંસદ મનસુખ વસાવાને મીડિયા સામે ખુલાસો કરવાની ફરજ પડી છે.

હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં આમ આદમી પાર્ટી અને ભાજપનો ચૂંટણી પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે.જેમાં ચૈતર વસાવાના ગઢમાં ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર સભાં ગજવી છે તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ રાજપીપલા ખાતે આવી ચુક્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભાંના સાંસદ સંજયસિંહની ડેડીયાપાડા અને રાજપીપલા જાહેરસભાં થઈ છે જેમાં ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવાને એક વર્ષ સુધી પ્રવેશવા પર પ્રતિબંધ છે ત્યારે એમના બન્ને પત્ની ઓ જાહેર મંચ પરથી ચૈતર વસાવા વતી પ્રચાર કરી ભાજપા સામે આકરા પ્રહારો કરી રહ્યાં છે તેમાં વર્ષાબેન વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલરાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતા ભાજપા છાવણીમાં હલચલ મચી ગઈ છે વર્ષાબેને આ બાબતનો ખુલાસો કરવા જણાવતા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા બન્નેને ખુલાસો કરવાની ફરજ પડી છે. આ બાબતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલરાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો છે.નિલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડો થયો છે.

મનસુખ વસાવાએ કહ્યું કે ચૂંટણી જીતવા માટે નિલ રાવ ને મેં થોડા ઉંચા અવાજમાં કહ્યું હતું.પણ વર્ષા વસાવા જે વાત કરી રહ્યા છે તે વાત બિલકુલ ખોટી છે એવી કોઈ ઘટના બની જ નથી.વર્ષા વસાવા મારી દીકરી સમાન છે. જેને સુરત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા માં કામ કરતા વ્યક્તિએ તેને ગેરમાર્ગે દોરી છે.આ લાફો માર્યો તે વાત જબરજસ્તી બોલાવવામાં આવી છે.આમ આદમી પાર્ટી નો વ્યાપ વધારવા માટે ચૈતર વસાવા ને મારા વિરુદ્ધ ચઢાવવામાં આવે છે.આમ આદમી પાર્ટી મારી અને ચૈતર વસાવા વચ્ચે ફાટ પડાવવા માટે ખોટી રીતે તેમને ચઢાવી રહ્યા છે. 

મનસુખ વસાવા એ કહ્યું કે ચૈતર વસાવાએ મને કહ્યું હતું કે મને તમારી વિરુદ્ધ બોલવાની ઈચ્છા નહોતી પણ પાર્ટી કહે છે એટલે બોલવું પડે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!