ભરૂચ,
જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે, ત્યારે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મામલતદાર કચેરી,ભરૂચ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસીલીટેશન સેન્ટર (સુવિધા કેન્દ્ર) શરૂ કરવામાં આવ્યું છે.આજરોજ ભરૂચ જિલ્લાના ૭ જિલ્લા પંચાયત અને ૩૦ જેટલી તાલુકા પંચાયતની બેઠક માટે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. પ્રથમ દીને ૧૨૦ જેટલા ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
આ સુવિધા કેન્દ્રનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા તમામ લાયક મતદારો સરળતાથી અને પારદર્શક રીતે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.સંબંધિત મતદારોને નિયત સમયે હાજર રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જણાવાયું છે.ભરૂચ જિલ્લા/તાલુકા પંચાયત મતદાર વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.



