આમોદ,
શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર તથા સ્વામિનારાયણ સ્કૂલ આમોદના સયુંક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નાહીયેર અને આમોદ શાળાના આચાર્યોએ ધારાસભ્ય ડી.કે.સ્વામી તથા શાસ્ત્રી સ્વામી કેશવપ્રિયદાસજીનું પુસ્પગુછ આપી સ્વાગત કર્યું હતું.તથા નર્સિંગ કોલેજના ડાયરેકટર ધર્મેશ સાવલિયા દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરાયું હતું.ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.સૌપ્રથમ સ્વામિનારાયણ એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય ડી.કે.સ્વામીએ શાળાની રૂપરેખા આપી શાળામા ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહીતી આપી હતી.તેમજ શાસ્ત્રી સ્વામી કેશવપ્રિયદાસજીએ આશીર્વચન આપ્યા હતા.આ ઉપરાંત નર્સિંગ કૉલેજના ડાયરેકટર ધર્મેશ સાવલિયાએ નર્સિંગ કૉલેજના અભ્યાસ ક્રમ વિશે માહીતી આપી હતી.ત્યાર બાદ ગણેશ વંદના કરી રંગારંગ કાર્યક્ર્મ શરૂ કરાયો હતો.સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર, સ્વામિનારાયણ સ્કૂલ આમોદ તેમજ નર્સિંગ કોલેજ આમોદ દ્વારા કુલ ૪૬ કૃતિઓ રજૂ કરવામા આવી હતી.જેમાં શાળામા બાલવાટિકા થી માંડી ધોરણ ૧૦ ના વિદ્યાર્થી તેમજ નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણને પ્રોત્સાહીત કરતી કૃતિ, યુવાનો માટે સામાજીક દૂષણ બનેલા મોબાઇલનું વળગણ દૂર કરાવતી કૃતિ,ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મહાભારતમાં દ્રોપદી ચિરહરણ પ્રસંગ,એકલવ્યની ગુરભક્તિ, શિવતાંડવ,પાણી બચાવો,દીકરીની મહત્તા બતાવતા પ્રસંગો જેવી સામાજીક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીઓને કૉલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયા તેમજ આમોદ આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ કિરણબેન મકવાણાએ સપથ લેવડાવ્યા હતાં.આં પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ,જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ,આમોદ તાલુકા કિસાન મોરચા પ્રમુખ હિમેશ ચૌહાણ,આમોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ વિરાજસિંહ રાજ, કેરવાડા ગામમાં આગેવાન દશરથ જાદવ,તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાપાં,સી.આર.સી.પ્રદીપ સોલંકી,વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી બાળકોની એક કૃતિ ઉપર રોકડ ઈનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા અને વિદ્યાર્થીઓની સ્ટેજ ઉપર કૃતિ જોઈ રોમાંચિત બન્યા હતા.નાહિયેર ગુરુકુળના આચાર્ય જીવણભાઈ ખૂંટે જણાવ્યુ હતુ કે આજના રંગારંગ કાર્યક્રમમાં ૪૬ જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is