(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વિશ્વ આદિવાસી દિવસે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ માં હોવા છતાં તેમની ગેરહાજરી માં ચૈતર વસાવા ના સમર્થનમા આદિવાસી ઓની જંગી રેલી નીકળી હતી.ચૈતર વસાવાની બન્ને પત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ આગેવાની લીધી હતી.બન્ને પત્નીઓ આદિવાસી ના પારંપરી ટ્રેડિંશનલ પોશાક માં સજ્જ થઈને આવ્યા હતા.જેલ કે તાલે તૂટેન્ગે, ચૈતરભાઈ છુંટેંગે ના નારા લાગ્યા હતા.
આમ આદમી પાર્ટીનું આદિવાસી દિવસે શક્તિપ્રદર્શન કર્યુ હતું.ચૈતર વસાવાના માસ્ક લગાવીને કાર્યકરોએ જન સમર્થન આપ્યું હતું.ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજના વાજીંત્રો સાથે મોટી રેલી કાઢવામાં આવી હતી.યુનો દ્રારા ઘોષિત ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે દેડીયાપાડા ખાતે મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં સ્વૈચ્છાએ ભેગા થયા હતા.ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા તથા યુવરાજસિંહ જાડેજા, દેવેન્દ્ર વસાવા, નિરંજન વસાવા એ સભાને સંબોધન કર્યું.આ કાર્યક્રમમા ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમા લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવાના માસ્ક લગાવીને જન સમર્થન આપ્યું હતું.





