ડેડીયાપાડા PWD કચેરીના પાર્કિંગ માંથી દારૂ ભરેલ ફોર વ્હીલર માંથી ૩.૫૦ લાખનો દારૂ પકડાયો

SHARE:

– ૫ લાખની ગાડી મળી ૮.૫૦ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ તો એક વોન્ટેડ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાતમાં દારૂ મળતો નથી એ વાતને બુટલેગરોએ ખોટી પાડી છે.દારૂ બંધી વાળા રાજ્ય ગુજરાતમાં સૌથી વધુ દારૂ ની હેરાફેરી થાય છે એની સાબિતી ડેડીયાપાડા માંથી દારૂ ભરેલી ક્રેટા ગાડી માંથી ૩.૫૦ લાખનો દારૂ અને ૫ લાખની ગાડી સાથે આરોપીઓ પકડીને પુરાવો આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આર.જી.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી કરતાં ડેડીયાપાડા વિસ્તારના હાટ બજાર પાસે આવેલ પી.ડબ્લ્યુ.ડીની કચેરીની પાર્કિંગમાં વિદેશી દારૂની હેરાફેરી તથા કટીંગ થઈ રહેલ હોવાની ચોક્કસ બાતમીને આધારે ડેડીયાપાડાના પી.ડબ્લ્યુ.ડીની કચેરીની પાર્કિંગમાં રેઈડ કરતાં એક સફેદ કલરની ક્રેટા રજીસ્ટ્રેશન નં.જીજે ૭ ડીસી ૫૧૦૦ની જે ફોર વ્હીલ૨ ગાડી સાથે એક ઈસમ વિદેશી દારૂની હેરાફેરી કરતો  પકડી પાડેલ છે.ગાડીની ઝડતી કરતાં ફોરવ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ મળી ૧,૨૧૨ મળતા કિ.રૂ.૩,૫૦,૧૯૦ તથા ફોર વ્હીલર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૮,૫૦,૧૯૦ નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે.આરોપી કિશન હર્ષદ તડવી રહે. વૈકુઠ ફળીયુ ડેડીયાપાડા તા.ડેડીયાપાડાને ઝડપી પાડી કાયડેસરની કાર્યવાહી હાથધરી છે.જયારે આશિફ ઉર્ફે પયો અસરફ મોગલ રહે. પારસી ટેકરા ડેડીયાપાડાને વોન્ટેડ જાહેર કર્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!