ભરૂચમાં સહકાર ભારતી પ્રેરિત જિલ્લા સહકાર ચેતના કેન્દ્ર સંચાલકો માટે તાલીમ વર્ગનું આયોજન

SHARE:

ભરૂચ,

ભરૂચમાં નંદેલાવ માર્ગ પર રજનીગંધા સોસાયટીમાં આવેલા સોમદાસબાપુના સનાતન ધર્મ પરિવાર આશ્રમ ખાતે “વિના સંસ્કાર નહી સહકાર, વિના સહકાર નહી ઉધ્ધાર” ના મંત્ર સાથે સહકાર ભારતી પ્રેરિત જિલ્લા સહકાર ચેતના કેન્દ્ર સંચાલકો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સહકાર ભારતી તથા સંલગ્ન સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ સહકાર પ્રવુતિને મજબૂત બનાવવા તથા સંગઠન કૌશલ્ય વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પ.પૂ.સોમદાસ બાપુએ ઉપસ્થિત રહી આર્શીવચન આપ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન અને અધ્યક્ષ તરીકે માં મણીબા ચેરીટેબલના પ્રમુખ ધનજી પરમારે સહકાર થકી આપણા સમાજના દરેક લોકો માટે સહકારની ભાવના રાખી મદદ રૂપ થવા અપીલ કરી સુંદર માર્ગદર્શન આપ્યું હતું.મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ, સહકાર ભારતીના જયંતિ કેવટ તથા વિશિષ્ટ મહેમાન તરીકે સર્વપ્રદેશ પ્રબોધક,ગુજરાત પ્રદેશ,સહકાર ભારતના સુરેશ આહિર ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રે જરૂરિયાત મંદોને મદદરૂપ થવા પણ આહવાન કર્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા સંયોજક, સહકાર ચેતના કેન્દ્ર, ભરૂચના મનોજ આનંદપુરા, ભરૂચના સહકાર ભારતીના જિલ્લા અધ્યક્ષ સુનિલ નેવે,બળદેવ આહિર, હાર્દિક ગુર્જર, નિરલ ઠાકોર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!