ભરૂચ,
કૃષિને લગતા ઉકેલો પૂરા પાડવા સાથે સંકળાયેલ વિશ્વની અગ્રણી UPL લિમિટેડે એગ્રિબિઝનેસ કેટેગરીમાં ક્લેરિવેટ સાઉથ એશિયા ઈનોવેશન એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવેલ છે. આ એવોર્ડ સમારંભ 6 ઓગસ્ટ 2025ના રોજ હોટેલ આઈટીસી મરાઠા, મુંબઈ ખાતે યોજવામાં આવેલ હતો.જેમાં આ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવેલ,જે દક્ષિણ એશિયામાં ઈનોવેશનના ભવિષ્યને યોગ્ય આકાર આપી રહેલ છે.
આ સતત ત્રીજુ વર્ષ છે કે જ્યારે UPLને આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે,જે કૃષિ ઈનોવેશનમાં પ્રણેતા રહી છે તથા વૃદ્ધિ એટલે કે સતત વિકાસને ઉત્તેજન આપવાને લઈ તેની સતત કટિબદ્ધતાને જાળવી રાખી છે.
ક્લેરિવેટનો આ એવોર્ડ મેથડોલોજી પ્રોપ્રાઈટરી ડરવેન્ટ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ તથા ગ્લોબલ પેટન્ટ ડેટાનો ઉપયોગ કરી કઠોર રિસર્ચ પર આધારિત રહેલ છે. મૂલ્યાંકનને લઈ ટેકનિકલ ઊંડાઈને વ્યવસાયિક પ્રાસંગિકતા સાથે જોડવામાં આવે છે,જેથી પેટન્ટ દાખલ કરવાની કામગીરી તથા ઈનોવેશનના પ્રભાવના માધ્યમથી માપવામાં આવેલ છે. યુપીએલના સતત પર્ફોમન્સ વૈશ્વિક કૃષિ માટે આમૂલ પરિવર્તનકારી ઉકેલને વિકસિત કરવામાં પોતાની અત્યંત મહત્વની ભૂમિકાને દર્શાવે છે.
UPL વૈશ્વિક ફૂડ સિક્યુરિટી તથા પર્યાવરણ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે અગ્રણી ટેકનોલોજીસ, ડિજિટલ પ્લેટફોર્મ તથા સહકાર સાથેના સંશોધનમાં રોકાણ કરવાનું જાળવી રાખ્યું છે.આ પ્રયાસના કેન્દ્રમાં UPL ના મજબૂત તથા વ્યાપક સંશોધન કાર્યક્રમ છે, જે વિશ્વભરના ખેડૂતોની ઉભરતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાસ ઉકેલ વિકસિત કરવા વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવેલ છે.આ પ્રોગ્રામ વિવિધ ભૌગોલિક વિસ્તારો તથા વિષયોમાં ફેલાયેલ છે.તથા અસરકારક કૃષિને લગતા લાભો પ્રદાન કરવા માટે અત્યાધુનિક વિજ્ઞાનને ખેડૂત-કેન્દ્રીત નવીનતા સાથે એકીકૃત કરે છે.આ માન્યતા કૃષિ વ્યવસાયના ક્ષેત્રમાં અગ્રણી તરીકે તેની મજબૂત સ્થિતિને વધારે મજબૂત કરે છે.
UPL લિમિટેડના આઈપી, પ્રોડક્ટ રજિસ્ટ્રેશન અને ઓપનએજી આરએન્ડડીના ગ્લોબલ હેડ ડો.વિશાલ સોઢાએ જણાવ્યું કે “ક્લેરિવેટ દ્વારા ફરી એક વખત માન્યતા પ્રાપ્ત કરવી તે અમારા માટે ખુબ જ સન્માનની વાત છે.આ એવોર્ડ નવીનતા, સહકાર એટલે કે કોલોબરેશન.તથા ટેકનોલોજીના માધ્યમથી કૃષિમાં સ્થિરતાની પુનઃકલ્પના કરી અમારા મિશનની પુષ્ટિ કરે છે. અમે અમારા નવીનત્તમ ઉકેલો સાથે ખેડૂતોને સશક્ત કરવા તથા પર્યાવરણનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ.




