
– સિદ્દીકી સમાજના ઉત્સાહી ડાન્સ પ્રદર્શન તથા પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યા
ભરૂચ,
ભરૂચમાં હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગના નારા સાથે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગામથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ, પોલીસના અશ્વદળ, શહેરની વિવિધ શાળાના શહેરની સંસ્થાઓ તથા બાવાગોરના સિદ્દીકી સમાજના લોકનૃત્ય દળે ઉત્સાહભેર ભાગ લીધો હતો.શહેરના મુખ્ય માર્ગ પરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યાત્રા પસાર થતા રાષ્ટ્ર ભક્તિનો માહોલ સર્જાયો હતો.લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય અને નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યો તેમજ તેનું મહત્વ સમજાય એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સિદ્દીકી સમાજના ઉત્સાહી ડાન્સ પ્રદર્શન તથા પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું.આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણા,એસીડીએમ મનીષા માનાણી,અધિક કલેક્ટર એન આર ધાંધલ, નૈતિકા પટેલ,મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ,ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ ડીવાયએસપી સી.કે.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.







