આંગણવાડીની બહેનોને ન્યુડ વીડિયો કોલ કરી પરેશાન કરનાર પંજાબના આરોપીને ભરૂચ સાયબર પોલીસે ઝડપી પાડયો

SHARE:

ભરૂચ,
ભરૂચ જીલ્લાની આંગણવાડીની બહેનોને ન્યુડ વીડિયો કોલ કરી હેરાન પરેશાન કરનાર પંજાબના આરોપીને ભરૂચ સાયબર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ઓળખ પરેડ કરાવી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.
ભરૂચ જીલ્લાની આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અને રાત્રિના સમયે ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેના કારણે આંગણવાડીની બહેનોમાં ભાઈના માહોલ સાથે પરિવારમાં પર ઘર કંકાસ શરૂ થયો હતો.આ મામલે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા ત્રણ દિવસ પહેલા જ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ વી કે ભરવાડ તથા સાયબર ઝીણવટ ભરી તપાસ હાથધરી હતી.જેમાં એક જ નંબર દ્વારા આંગણવાડીની બહેનોને ન્યુડ કોલ કરવામાં આવતો હોનું જાણવા મળ્યું હતું.પોલીસે આ નંબરની તપાસ કરતા તે પંજાબ રાજ્યના ફિરોજપુર જિલ્લાના એક ગામમાં રહેતા ગુરજીતસિંગ મહેરસિંગ રાયસીંગ નામના ૨૯ વર્ષીય વ્યક્તિનો હોય અને તે આ મહિલાઓને ન્યુડ વિડિયો કોલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યો હતો.જેથી ભરૂચ સાયબર પોલીસની ટીમે તાત્કાલિક પંજાબના ફિરોજપુર જિલ્લામાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.જેમાં તે નશાની હાલતમાં આંગણવાડી બહેનોના મોબાઇલની એક સીરીઝ પકડાઈ ગઈ હોવાના કારણે તે અલગ અલગ નંબર ડાયલ કરીને બહેનોને ન્યુડ વીડિયો કોલ કરવાની તેણે કબૂલાત કરી હતી.હાલમાં પોલીસે આરોપીને ભરૂચ ઓળખ પરેડ કરાવી કોર્ટમાં રિમાન્ડ માટેની તજવીજ હાથધરી છે.
આ અંગે ભરૂચ જીલ્લા આંગણવાડી સંગઠન ના પ્રમુખ રાગિની પરમાર સહિતની મહિલાઓએ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ત્વરિત કામગીરી કરી બહેનોને ન્યુડ કોલ કરતા વ્યક્તિને ઝડપી પાડ્યો છે તેના માટે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!