– ૫.૫૩ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને એક મહિલા સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કર્યા
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયાના અંધારકાછલા ગામ નજીકથી કારમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
ભરૂચ જિલ્લામાં આગામી તહેવારોને લઈને દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.ટોરાણી ટીમ સાથે ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ગુલા ફળિયા ગામનો શશીકાંત હરીસીંગ એક ફોર વ્હિલર ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને શીયાલી ચોકડી માલપોર થઈને અંધારકાછલા તરફ જનાર છે.એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે અંધારકાછલા ગામ નજીક રોડ પર વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા ૫૩,૭૬૦ તથા ફોર વ્હિલર ગાડી કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૫,૫૩,૭૬૦ ના મુદ્દામાલ સાથે સદર ઈસમ શશીકાંત હરીસીંગ વસાવા રહે.ગુલા ફળિયા ગામ તા.ઝઘડિયા જી.ભરૂચનાને ઝડપી લઈને આ ગુના હેઠળ (૧) કંકુબેન શશીકાંત વસાવા રહે.ગુલા ફળીયા ગામ તા.ઝઘડિયા (૨) રમણ સુપડભાઈ વસાવા રહે.ચીકલોટા ગામ તા.નેત્રંગ, જી.ભરૂચ (વેગેનાર ફોર વ્હિલર ગાડીનો માલિક),(૩) બલવીર વસાવા રહે.કાલીજામન ગામ તા.ઉમરપાડા જિ.સુરત (માલ આપનાર) (૪) સુરેશ પરષોત્તમ પટેલ રહે.અવિધા ગામ તા.ઝઘડિયા (માલ લેનાર), (૫) યોહાનભાઈ કાંતીભાઈ વસાવા રહે.અંધાર કાછલા ગામ તા.ઝઘડિયા જી.ભરૂચ (માલ લેનાર) નાને વોન્ટેડ જાહેર કર્યા હતા.




