વાલિયાના ડુંગરી ગામ માંથી ૫ વર્ષનો તંદુરસ્ત નર દીપડો પાંજરામાં પુરાયો

SHARE:

– વન વિભાગ દ્વારા સુરક્ષિત સ્થળે છોડશે

ભરૂચ,

વાલિયા તાલુકાના ડુંગરી ગામમાં લાંબા સમયથી દેખાતા દિપડાને વન વિભાગે સફળતાપૂર્વક પકડી લીધો છે.ગામમાં દિપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો.ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં લઈને વન વિભાગે વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું.વહેલી સવારે દિપડો પાંજરામાં પકડાઈ ગયો હતો.જેની વાયુ વેગે વાત ફેલાતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દિપડાને જોવા માટે એકત્ર થયા હતા.

વન વિભાગના અધિકારીઓએ પકડાયેલા દિપડાની તપાસ કરી હતી.તપાસમાં જાણવા મળ્યું કે આ નર દિપડો ૫ વર્ષની ઉંમરનો છે અને તંદુરસ્ત સ્થિતિમાં છે.વન વિભાગ હવે આ દિપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કાર્યવાહી કરી રહ્યુ છે.દિપડાના પકડાવાથી ગ્રામજનોએ હાલતો રાહતનો શ્વાસ લીધો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!