ઝઘડીયાની દીવાન ધનજીશા હાઈસ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકા ખાતે આવેલી સૈકાની સફર પૂરી કરી ચૂકેલી દિવાન ધનજીશા હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓમાં શિક્ષણના મૂલ્યો સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય હેતુસર દર વર્ષે ઉત્સવ સમિતિ દ્વારા શાળામાં વિવિધ ઉત્સવોની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.આજરોજ પણ શાળા ખાતે જન્માષ્ટમી પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે  શાળાના વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી પર્વમાં પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવની વિવિધ લીલાઓનું વર્ણન કરતી કૃતિઓ રજૂ કરી હતી. ઉત્સવ સમિતિના કન્વીનર ઈન્દુબેન રાવત સાથે સમિતિના અન્ય સભ્યો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી નુતન કેળવણી મંડળના હોદ્દેદારોએ શાળામાં પધારી શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના આચાર્ય મુકેશ ટેલર દ્વારા બાળકોને શ્રીકૃષ્ણ ભગવાન ના સ્વમુખે કહેવાયલ ભગવત ગીતાનો સાર ટૂંકમાં સમજાવવામાં આવ્યો હતો. અને કૃષ્ણ કનૈયાલાલ કી જય ના નારા સાથે સમગ્ર શાળા પરિસર કૃષ્ણમય બની ગયું હતું.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!