(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારતમાં ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકાના વિવિધ શૈક્ષણિક સંકુલો તેમજ સરકારી કચેરીઓ ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે નેત્રંગ તાલુકા કક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટામાલપોર પ્રાથમિક શાળા ખાતે મામલતદાર રીતેશ બી. કોંકણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જે બાદ મામલતદાર રીતેશ કોંકણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.સાંસ્કૃતિક કાર્યક્રમો, નેત્રંગ તાલુકાના વિશિષ્ટ વ્યકિત તથા પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી ઈનામ વિતરણ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા. અંતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંઘ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પ્રિન્સીપાલ સિવિલ જજના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું, નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઈન્સપેક્ટર આર.સી.વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.એફ.દિવાનના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર અને IQAC કો.ઓર્ડીનેટર ડૉ.મોનિકા શાહના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.શ્રી સાંદિપની વિદ્યાલય ખાતે ધોરણ ૯ ની વિધાર્થીની પ્રાચી દુબેના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.જુના પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક કુંવરજી વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.શ્રી આર.કે.ભક્ત વિદ્યાલય ખાતે ભદ્રેશ શાહના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલ ખાતે શાળાના શિક્ષક અલકેશ બ્રહ્મભટના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.કોસ્કોલા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રસિંગ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.




