ભરૂચની વી.સી.ટી ગર્લ્સ સંકુલમાં ૧૦ અને ૧૨ માં પ્રથમ ત્રણ ક્રમાંક લાવનાર વિદ્યાર્થીનીઓ સન્માન સમારંભ યોજાયો

SHARE:

ભરૂચ,
ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી ગર્લ્સ હાઈસ્કુલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ વર્ષ 2025 માં વી.સી.ટી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ ૧૦૦ ટકા આવેલ છે.જેના સંદર્ભમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ (ગુજરાતી અને અંગ્રેજી) માધ્યમની પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોરણ ૧ થી ૧૨ વી.સી.ટી શાળામાં અભ્યાસ કરનાર ડૉ.આલિયાબાનુ ઈદ્રીશ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા.ડોક્ટર આલિયાબાનુએ ડોક્ટરની ડિગ્રીની સાથે-સાથે ૨૦૨૫ માં (GPSC) ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા મેળવી હતી.જે માટે વી.સી.ટી પરિવાર આનંદ સાથે ગર્વની લાગણી અનુભવે છે.ડો. આલિયાએ પોતાના વક્તવ્યમાં શાળા સાથે જોડાયેલ સ્મરણોને યાદ કરતા ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને અથાક પ્રયત્નો થકી સફળતા શિખરો સર કરવા માટે પોતાના અભિપ્રાયો સાથે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.સંસ્થા દ્વારા વિદ્યાર્થીનીઓના સન્માન સમારંભમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુન્શી સંકુલના ટ્રસ્ટી યુનુસભાઈ માંજરા, વી.સી.ટી સંસ્થાના ટ્રસ્ટી અબ્દુલ રઉફભાઈ મનીયાર ફેમિલી સહીત ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
અત્રે ઉપસ્થિત આમંત્રિત તમામ મહેમાનો થકી વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી સન્માનિત કરી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે દિલી દુઆઓ પાઠવવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!