વાગરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રક ફસાતા ટ્રાફિકજામ : ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવતા વાહનવ્યવહાર પૂર્વવત

SHARE:

ભરૂચ,

ભરૂચ-દહેજ માર્ગ પર વાગરા હનુમાન ચોકડી નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો અટવાયા હતા. લોખંડની એંગલો ભરેલો એક ટ્રક રોડની સાઈડમાં ફસાઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી.આ ઘટનાને કારણે વાહનોની અવરજવર થંભી ગઈ હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.પોલીસે પરિસ્થિતિની ગંભીરતા જોતાં ટ્રાફિકને નિયંત્રિત કરવામાં લાગી ગઈ હતી.

ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ફસાયેલા ટ્રકને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.સમયસરની કામગીરી અને ત્વરિત પગલાં ભરવાથી ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.પરંતુ થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.જોકે ટ્રક બહાર કાઢી લેતા માર્ગ રાબેતા મુજબ થયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!