આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીના બ્રીજ ઉપર ટુરિસ્ટ બસ લોંખડની એંગલ તોડી પસાર થઈ

SHARE:

– પોલીસે માત્ર ૫૦૦ રૂપિયા દંડ લઈ સંતોષ માન્યો

આમોદ,

ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ ઢાઢર નદી ઉપરનો જર્જરીત બ્રીજ પણ ચર્ચામાં આવ્યો હતો.જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા અને ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.છતાં કેટલાક મોટા વાહનો બ્રીજ ઉપરથી પસાર થતા હોવાના વીડિયો સામે આવ્યા હતા.ત્યારે તંત્રે ૦૩ મીટર થી ઊંચા ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે ઢાઢર નદીના બંને છેડા ઉપર લોંખડની એંગલ લગાવી હતી.તેમજ બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો છતાં ગત રોજ એક ટૂરિસ્ટ બસ લોખંડની એંગલ તોડી પસાર થતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.ઢાઢર નદીના બંને છેડે લોખંડની એંગલ લગાવી તેમજ ચોવીસ કલાક પોલીસ બંદોબસ્ત છતાં લોખંડનો એંગલ તોડી ટૂરિસ્ટ બસ પસાર થતાં જીલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે જંબુસર પોલીસે ફક્ત ૫૦૦ રૂપિયાનો દંડ લઈ સંતોષ માની બસ છોડી દીધી હતી તો બીજી બાજુ તૂટી ગયેલી એંગલ જોતા સરકારને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!