– નર્મદા જિલ્લાના એક માત્ર ૮૫ વર્ષ પુરાણા રાજપીપલાના રત્ન ગણેશ મંદિરનું અનોખું ધાર્મિક મહાત્મ્ય
– સામાન્ય રીતે ગણેશની સૂંઢ ડાબી બાજુએ હોય છે પણ રાજપીપલા ના ગણેશ મંદિરમાં આવેલ ગણેશજીની સૂંઢ જમણી બાજુએ આવેલ છે.
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતમાં અને ભારતમાં ગણેશજીના જૂજ મન્દીરો આવેલા છે.જેમાં ગુજરાતમા ગણ્યા ગાંઠ્યા ગણેશના પ્રાચીન મન્દીરો આવેલા છે.જેમાનું એક અતિ પ્રાચીન ગણેશ મંદિર રાજપીપલામા આવેલું છે.હા નર્મદા જિલ્લામા એક માત્ર ગણેશ મંદિર રાજપીપલા દરબાર રોડખાતે આવેલું છે.આ શ્રી રત્ન ગણેશ મંદિર ૮૫ વર્ષ પુરાણુ મંદિર ગણાય છે.ગુજરાતના ત્રણ પ્રાચીન ગણેશ મંદિરમાં નું એક અને જમણા સૂંઢ વાળા ગણપતી દાદાનું રાજપીપલાનું એક માત્ર મંદિરમાં ગણેશ મહોત્સવમાં શ્રીજીના દર્શને ભક્તો ઉમટી રહ્યા છે.
મંદિરના પૂજારી મહેશભાઈ ઋષિ જણાવે છે કે સામાન્ય રીતે ગણેશજીની સૂંઢ ડાબી બાજુએ હોય છે પણ રાજપીપલાના ગણેશ મંદિરમાં આવેલ ગણેશજીની સૂંઢ જમણી બાજુએ આવેલ છે.જમણા સૂંઢ વાળા ગણપતી દાદાના એકવાર દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે.એવી માન્યતા છે.અહીંના જમણા સૂંઢવાળા ગણેશ દર્શનનું અનેરું ધાર્મિક મહાત્મ્યછે.
આ મંદિરમાં અનેક ભક્તોની ગાથા પણ અનોખી છે.રાજપીપલા કાછીયાવાડના રહીશ માઈ ભક્ત સ્નેહાબેન કાછીયા ગણેશ ભક્તિ અનોખી છે.છેલ્લા દશ વર્ષથી સ્નેહા બેન ઉઘાડા પગે ચાલીને દર મંગળવારે પગે ચાલીને દર્શન કરવા આવે છે. રાજપીપલાની આ મહિલા ની બધા પૂર્ણ થયાં પછી પણતેમણે ભક્તિભાવ પૂર્વક આ પ્રથા ચાલુ રાખી છે.તો રાજપીપલાનાબીજા ગણેશભક્ત વિજયભાઈ રામી દ્વારા છેલ્લા દશ વર્ષથી જાતે હાથથી બનાવેલી માટીનીમૂર્તિ ગણેશચતુર્થીએ આ મંદિરમાં સ્થાપના કરાય છે અને ગણેશ ચતુર્થીએ બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન આરતી કરી મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે અને ૧૦ દિવસ પૂજા અર્ચના કર્યા પછી તેનું વિધિવત વિસર્જન થાય છે આ મૂર્તિ પણ મંદિરમાં મુકવામાં આવી છે.
ભક્તો આ મન્દિરના મહત્તાની વાત કરતા જણાવે છે કે આમ તો ગણેશ મહોત્સવમા જ ભક્તોને ગણેશ દર્શનનો અને તે પણ માત્ર ૧૦ જ દિવસ દર્શનનો લ્હાવો મળે છે.જયારે રાજપીપલા ના ગણેશ મઁદિરમાં 365 દિવસભક્તોને ગણેશ દર્શનનો લાભ મળે છે.દરરોજ સવાર સાંજ બે આરતીનો લ્હાવો દરરોજ લાભલે છે. આ મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક દર્શન કરવાથી ભક્તોની બધી માન્યતાઓ પૂર્ણથાય છે.
અહીં સંતાનોની બાધા પુરી થાય તો ભક્તો સવા મહિના પછી બાળક ના વજન જેટલાં લાડુ નો પ્રસાદ ત્રાજવામાં તોલીને ચઢાવે છે. આજુબાજુ ના દૂર દૂર ના ગામેથી ભક્તો ચોથના દિવસે પગપાળા ચાલીને દર્શન કરવા આવે છે. અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. અહીં શ્રદ્ધાના ઘોડાપુર ઉમટે છે. આ મંદિર અગાધ આસ્થાનું પ્રતીક ગણાય છે.




