(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડીયા તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જુથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા ૧૦૦ જેટલા સહાય જુથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સાથે યોજના સ્વસહાય જુથોને રીવોલ્વીગ ફંડની ૧.૧૪ લાખની સહાય, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ ૫૫.૫૦લાખની સહાય અને કેશ ક્રેડિટ ૪૦૦.૯૦ લાખની સહાય ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ થકી બહેનોને સ્થાનિક રીતે રોજગારનું ઉપાર્જન કરી શકાય સાથે આરસેટીના માધ્યમથી તાલીમ આપવાનું આર્થિક રીતે પગભર થઈ શકે તેવી યોજનાકીય માહિતી આપી. લખપતિ દીદી, ડ્રોનદીદી, કૃષિસખી, પશુસખી, આત્મનિર્ભર ભારત સંદર્ભ માહિતી આપવામાં આવી હતી સાથે સાથે ૨૮ જેટલાં સ્વસહાય જુથોને ૪૦ લાખના ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.બેંક સખી નિમણુંક બી.જી.જી.બી ગોવાલી અને બેન્ક ઓફ બરોડા આપવામાં આવી છે.કાર્યક્રમ ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ઉપપ્રમુખ, ડીઆરડીએ, આસી ટીડીઓ,સર્કલ ઓફિસર તેમજ તાલુકા લાઈવલીહુડ મેનેજરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.




