NHAI ના બેજવાદાર અધિકારીઓના પાપે નેત્રંગ પંથકના રોડ રસ્તાઓની બદતર હાલતથી પ્રજા હેરાન પરેશાન

SHARE:

– ભરૂચ જીલ્લા સાંસદે ગડકરીને બે – બે વખત લેખિત રજૂઆત કરવા છતા પાણીનું નામ ભુ

– ડબલ એન્જીનની સરકારમાં ખુદ સાંસદ બે વખત લેખિત ફરિયાદ કરવી પડે છે !!!

(વિજય વસાવા,નેત્રંગ)

કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવેલ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા વિભાગની રાજપીપલા ખાતે આવેલ કચેરીના તાબા હેઠળ નેત્રંગ તાલુકાના મોવી થી લઈને કવચીયા સુધીના તેમજ નેત્રંગ થી લઈને ડેડીયાપાડા સુધીના રોડ રસ્તાની જવાબદારી ઉપરોકત વિભાગ પાસે છે.                                  રાજપીપલા કચેરીમાં બેઠેલા જવાબદાર અધિકારીઓ ની લાપરવાહીના કારણે મોવી થી કવચીયા સુધીમાં સતત બીજા  વરસે ચોમાસાની સિઝનમાં જીવલેણ ખાડાઓ પડવા છતા તેને પુરવાની દરકાર લેવામાં નહિ,આવતા બે ત્રણ ફટ ઉડા ખાડાઓ વાળો રસ્તો થઈ પડેલ છે.            જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ થી લઈ ને રોજે રોજ અપડાઉન કરતા લોકો સહિત આમ રાહદારીઓ હેરાનપરેશાન થઈ તોબા પોકારી ઉઠયા છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા પ્રસંગોપાત રાજપીપલાથી નેત્રંગ વિભાગમાં તેમજ જીલ્લામાં પ્રવાસ કરતા હોવાથી રોડ રસ્તા થી હેરાનપરેશાન થતી પ્રજાની તકલીફોને દયાન લેતા હોય છે.જયારે તંત્રમાં બેઠેલા અધિકારીઓ જાડી ચામડીના અને બેજવાદાર હોવાના કારણે ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવાએ તેમજ જંબુસર ના ધારાસભ્ય ડી.કે સ્વામીએ જુલાઇ માસમાં દિલ્હી ખાતે પરિવહન મંત્રી નીતીન ગડકરીને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરેલ.ત્યાર બાદ તા ૨૬ ઓગસ્ટના રોજ નીતીન ગડકરીને બીજી વખત સાંસદ મનસુખ વસાવાએ શુદ્ધ હિન્દી ભાષામાં લેખિત ફરિયાદ કરવા છતા પણ તંત્રમાં બેઠેલા જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી.

નેત્રંગ તાલુકાના મોવીથી લઈને કવચીયા સુધીના વિસ્તાર માંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૫૬ ના હાલબેહાલ નજરે પડી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!