ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ : ૧૨ સભ્યોને મેન્ડેટથી ૧૮ મી વખત ઘનશ્યામ પટેલનું ચેરમેન પદ પાક્કું?

SHARE:

– ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ૧૫  ઉમેદવારોને આપ્યો મેન્ડેટ

– મેન્ડેટમાં અરૂણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ, સંજયસિંહ રાજ અને શાંતાબેન પટેલ

– અપક્ષ પેનલ ઉતારનાર મહેશ વસાવા કરી રહ્યાં છે ઘનશ્યામ પટેલને સમર્થન

– ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે ૧૫ સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં ઘનશ્યામ પટેલની પેનલના ૧૨ અને અરૂણસિંહ રણાના ૩ ઉમેદવારોને સ્થાન

ભરૂચ,

ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધુ છે.દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જારી કરેલા મેન્ડેટમાં ૧૭ વર્ષથી દુધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના ૧૨ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે.જ્યારે વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના ૩ ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યા છે.જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ,વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે.

ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ૧૫ બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે.હવે પક્ષ માંથી મેન્ડેટ આવી જતા ૧૮ મી વખત પણ ૧૨ ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેમ હાલ તો લાગી રહ્યું છે.

બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે.જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યા છે.હવે ચૂંટણીમાં અરૂણસિંહ રણા કોઈ નવાજુની કરે તો ચેરમેન,વાઈસ ચેરમેન માટે અપસેટ સર્જાઈ શકે છે.બાકી તો પક્ષના મેન્ડેટ પર ચૂંટણીમાં ઘનશ્યામ પટેલનું વધુ એક વખત ચેરમેન પદ પાક્કું લાગી રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!